Corona Update

CM હોય તો આવા : રાત-દિવસ રહે છે ઓનલાઈન, નાના-મોટા દરેકને જાતે ફોન કરી જાણે છે ખબર અંતર

1.16Kviews

કોરોના મહામારી અને એમાં પણ સાડા છ કરોડની જનતાની ચિંતા માટે દરરોજ સવાર થી સાંજ મીટીંગ કરે છે અને તે પછી પોતાના મતવિસ્તારના કાર્યકરોની ખબર- અંતર પૂછે.  નામ જ ”વિજય” છે એવો ગુજરાત લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી સમગ્ર ગુજરાતની ચિંતા કરી રહ્યા છે,

નવાઈ લાગે તેવી હકીકત રાજકોટના ઘણા કાર્યકરો હાલ અનુભવી રહ્યા છે અને ઘણા અનુભવી ચુકયા છે. વિજયભાઈ બે દિવસથી રાજકોટમાં વોર્ડ વાઈઝ  વિડીયો કોલીંગથી કાર્યકરો- અગ્રણીઓ- સમાજ જીવનના આગેવાનોને મળી રહ્યા છે.  કોરોનાની મહામારીમાં પોતાના કાર્યકરો સાથે વન-ટુ વન વાતચિત વિજયભાઈ  અને અંજલીબેને કરી હતી. સામાન્ય કાર્યકરની જેમ જ વિજયભાઈએ મતવિસ્તારના કાર્યકરો, આગેવાનો સાથે મુકત મને વાતચિત કરી હતી, તેમના હાલ ચાલ જાણ્યા હતા અને લોકોને કોઈ મુશ્કેલી હોય, સરકારે કાંઈ વધુ પગલા લેવાના હોય કે પછી અન્ય કાંઈ પ્રશ્નો કોરોના હેઠળ હોય તો જણાવવા પણ કહ્યુ હતુ.

. સરકારે કામ કરવાનું જ હોય પણ જે સંવેદનશીલતાથી ગુજરાત સરકાર ”જન જન સુખાય જન જન હીતાય”નું સુત્ર સાર્થક કરી રહી છે તે કાબીલેદાદ છે. વિજયભાઈ દરેક કાર્યકર પછી તે તેમના હોમ ટાઉન રાજકોટનો હોય કે પછી ગુજરાતના કોઈ ખુણાનો હોય તમામને અંગત રીતે નામથી ઓળખે અને લાગણીથી હાલચાલ પૂછનાર વ્યકિતત્વ છે. આ વિડીયો કોન્ફરન્સ તેનું જ ઉદાહરણ છે. મુખ્યમંત્રી હોવાના નાતે ખૂણે- ખૂણેથી મહામારીમાં સરકાર દ્વારા થતી કામગીરી જાણવી અત્યંત જરૂરી છે. જેથી કાંઈ પણ કચાશ ન રહે અને કાંઈ સુધારો કરવાની આવશ્યકતા હોય તો તે કરી શકાય.  તે હેતુથી વિજયભાઈ સતત સંપર્ક જાળવી રહ્યાનું જાણવા મળે છે. રાજકોટના કાર્યકરો ખુબ જ ઉત્સાહીત છે કે આવા કપરા સમયમાં, આવી વ્યસ્તતા વચ્ચે પણ વિજયભાઈ ખબર અંતર પૂછી રહ્યા છે. વિડીયો કોન્ફરન્સમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રીઓ દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો- મહામંત્રીઓ પ્રભારીઓ પણ  જોડાયા હતા.

Leave a Response

error: Content is protected !!