Corona Updateરાજનીતિ

વિકાસની ગતિને મળ્યું બુલેટ એન્જિન,CM રૂપાણીએ એક જ દિવસમાં કરોડોના પ્રોજેક્ટને આપી મંજુરી

771views
  • કોરોનાનાં જખ્મો ભૂલી ને વિકાસ અને અર્થતંત્રની બુલેટ ટ્રેન પૂરપાટ દોડાવવા CM રૂપાણીએ એક જ દિવસમાં અનેક યોજનાઓ, કાર્યોને મંજૂરી આપી
  • મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી, કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઔદ્યોગિક વસાહત માટે ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન GIDCને ફાળવવાનો પણ નિર્ણય
  • સુરત મહાનગરપાલિકા બહારના વિસ્તારોમાં નાગરિકો માટે ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિના કામો માટે રૂ. ૩ર.૯૯ કરોડના કામો પણ મંજૂર કર્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના આ કાળમાં પણ વિકાસની ગતિ અટકે નહિ અને આંતરમાળખાકીય સુવિધા સાથોસાથ આવાસ, ઊર્જા, ઊદ્યોગના કામો પણ ત્વરાએ હાથ ધરી રાજ્યની વિકાસયાત્રાને પૂર્વવત વેગવાન બનાવવાના ઉદાત્ત ભાવથી એક જ દિવસમાં રાજ્યમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે. એટલું જ નહિ, કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઔદ્યોગિક વસાહત માટે ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન GIDCને ફાળવવાનો પણ નિર્ણય તેમણે કર્યો છે. વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતના મોડાસા, અરવલ્લીમાં અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં વીજ પૂરવઠો અસરકારક અને સતત પહોચાડવા બે સબસ્ટેશન્સ માટે કુલ મળીને ૪૯૯૦૦ ચો.મીટર જમીન ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ-જેટકોને આપવાનો પણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ શહેરી ક્ષેત્રો અને નગરો-ગામોના વિવિધ વિકાસ કામો માટે જે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં, સુરત મહાનગરપાલિકાના પાંચ અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત PPP ધોરણે આવાસ નિર્માણ માટે જમીન ફાળવણી કરી છે. તેમણે સુરત મહાનગરપાલિકા બહારના વિસ્તારોમાં એટલે કે આઉટગ્રોથ વિસ્તારોના નાગરિકો માટે ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિના કામો માટે રૂ. ૩ર.૯૯ કરોડના કામો પણ મંજૂર કર્યા છે. વિજયભાઇ રૂપાણીએ સરહદી વિસ્તાર કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઊદ્યોગોની સ્થાપના દ્વારા આ અંતરિયાળ વિસ્તારમાં રોજગારી અને આર્થિક આધાર મળી રહે તેવી નેમ સાથે ચિત્રોડના સર્વે નંબર ૭૧૪ પૈકીની ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDC ભુજને આપવાનો પણ નિર્ણય લીધો છે.

Leave a Response

error: Content is protected !!