Corona Update

મુખ્યમંત્રી હોય તો આવા.. દુકાનમાં કામ કરતા તોલાટ-ડેટાએન્ટ્રી, કર્લાકને 25 લાખની મળશે મદદ

657views

–    ૧૭ હજાર જેટલી દુકાનોના તોલાટ-ડેટાએન્ટ્રી ઓપરેટર-કલાર્ક જેવા સામાન્ય કર્મીના ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં રૂ. રપ લાખની સહાય અપાશે  

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનધારકોની દુકાનો પર ફરજ બજાવતા તોલાટ અને ડેટા એન્ટ્રી-બિલ ઓપરેટર જેવા સામાન્ય કર્મીઓ પ્રત્યે આગવી સંવેદના સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર રાજ્યમાં સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા આવા તોલાટ કે ડેટા એન્ટ્રી-બિલ કલાર્ક ઓપરેટરનું ફરજ દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણથી અવસાન થાય તો તેના પરિવારજનોને પણ રાજ્ય સરકાર રપ લાખ રૂપિયાની સહાય કરશે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપતાં કહ્યું કે, આ અગાઉ વિજયભાઇ રૂપાણીએ પોલીસકર્મીઓ સહિત રાજ્ય સરકારની સેવાના કર્મચારીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોના કોરોના સંક્રમીત થવાથી મૃત્યુના કિસ્સામાં આવી સહાયની જાહેરાત કરેલી છે.         હવે, આ સાવ સામાન્ય વર્ગના સેવા કર્મીઓ પ્રત્યે પણ આગવી સંવેદના દર્શાવતા મુખ્યમંત્રીએ આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

Leave a Response

error: Content is protected !!