Corona Update

ગુજરાતને કોરોનામુક્ત કરવા CM રૂપાણીનું રણિયામણુ અભિયાન, વાંચો સાત દિવસની તમામ રૂપરેખા

3.97Kviews
  • “હું પણ કોરોના વોરિયર” અભિયાન લૉન્ચ કરતા CM રૂપાણી: 21થી 27 મે સુધી ચાલશે
  • ત્રણ મુદ્દા પર આધારિત અભિયાન: વડીલો-બાળકોને ઘરમાં જ રાખીએ, માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું, બે ગજનું અંતર જાળવવું
  • અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે: અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર પ્રવૃત્તિઓ થશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ “હું પણ કોરોના વોરિયર” અભિયાનની જાહેરાત કરી છે. લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21થી 27 મે સુધી ચાલનારું આ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે. 1) વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ, 2) માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું 3) બે ગજનું અંતર જાળવવું, એમ ત્રણ મુદ્દાઓ આવરી લેવાયાં છે. આ અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે

સાત દિવસ સુધી ચાલનારા આ અભિયાનની રૂપરેખા

  • 20 મેના દિવસે સીએમ રૂપાણીએ અભિયાનની શરૂઆત કરી
  • 21 મે (ગુરુવાર) – 33 જિલ્લાના અલગ અલગ લોકો સાથે વાતચીત
  • 22 મી મે (શુક્રવાર) “સેલ્ફી વિથ દાદા-દાદી ‘અભિયાન
  • 23 મી મે (શનિવાર) વિવેકાનંદ કેન્દ્રો દ્વારા વિશાળ પબ્લિક કનેક્ટ કાર્યક્રમ
  • 24 મી મે (રવિવાર) “સેલ્ફી વિથ માસ્ક ‘અભિયાન
  • 25 મી મે (સોમવાર) ‘વિવેકાનંદ કેન્દ્રો દ્વારા વિશાળ પબ્લિક કનેક્ટ પ્રોગ્રામ
  • 26 મી મે (મંગળવાર) ‘આરોગ્ય સેતુ એપ્લિકેશન અભિયાનને ડાઉનલોડ કરવું
  • 27 મી મે (બુધવાર) અભિયાનનો અંતિમ દિવસ

Leave a Response

error: Content is protected !!