Corona Update

CM રૂપાણીએ જાહેર કર્યુ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન, સાત દિવસ સુધી આ ત્રણ વાતો ગાઠ બાંધીને રાખજો

3.7Kviews

જો જો બહાર નિકળો તો ધ્યાન રાખજો. CM રૂપાણીએ એક પરિવારના સભ્ય હોય તેમ આખા ગુજરાતની ચિંતા કરી અને હું પણ કોરોના વોરિયર અભિયાન જાહેર કર્યુ

  • આપણા વડિલો અને બાળકોને ઘરમાં રહે તેનું ખાસ ધ્યાન રાખવું
  • માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નીકળવું
  • બે ગજની દુરી રાખવી એટલે કે સોશિયલ ડિસ્ટન્સ રાખીવું
  • રોગપ્રતિકાર શક્તિ વધે તેનું ધ્યાન રાખવું
  • “હું પણ કોરોના વોરિયર” અભિયાન લૉન્ચ કરતા CM રૂપાણી: 21થી 27 મે સુધી ચાલશે
  • ત્રણ મુદ્દા પર આધારિત અભિયાન: વડીલો-બાળકોને ઘરમાં જ રાખીએ, માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું, બે ગજનું અંતર જાળવવું
  • અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે: અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર પ્રવૃત્તિઓ થશે

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ “હું પણ કોરોના વોરિયર” અભિયાનની જાહેરાત કરી છે. લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21થી 27 મે સુધી ચાલનારું આ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે. 1) વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ, 2) માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું 3) બે ગજનું અંતર જાળવવું, એમ ત્રણ મુદ્દાઓ આવરી લેવાયાં છે. આ અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે

Leave a Response

error: Content is protected !!