રાજનીતિ

ખેડુતો અને પશુપાલકોને રૂપાણી સરકારના રાજમાં લીલાલેર, વરસાદમાં થશેલ નુકશાનનું વળતર મળશે

831views
  • રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
  • પાક નુકશાની અંગે સર્વેની કામગીરી સોંપવામાં આવી
  • ટીમો સર્વે કરીને સરકારને રિપોર્ટ સોંપશે
  • પાક અથવા જમીન ધોવાણ જોગવાઈ મુજબ વળતર ચૂકવવામાં આવશે
  • પશુઓના મૃત્યુ મામલે પશુપાલકોને પણ વળતર આપવામાં આવશે
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતર ચૂકવવા કર્યા આદેશ

કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે. ડેમો ભરાયા છે. તો ક્યાંક ડેમ ઓવરફલો થયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પાણીને કારણે ઘોવાયા છે. આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી રજૂઆતો આવી છે. સરકારે પણ જળસંપત્તિ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદો આવી છે તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. નુકસાનીના અંદાજો પ્રાથમિક સર્વેના અંદાજો આવશે તે પ્રમાણે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ પાક કે જમીન ધોવાણનું હશે, પશુઓને નુકસાન થયું છે કે મૃત્યુ થયું છે, તે અહેવાલો મુજબ નુકસાનીનું વળતર આપવામાં આવશે. ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી નુકસાનીનું વળતર રાજ્ય સરકાર ચૂકવશે. 

Leave a Response

error: Content is protected !!