Corona Update

જેટ ગતિથી સીએમ રૂપાણીએ અમદાવાદ માટે નિર્ણય લઈને ત્રણ અધિકારીની નિમણુક, ગજબનાક નિર્ણયશક્તિ દાખવતા CM રૂપાણી

1.85Kviews
  • મુખ્યમંત્રી રૂપાણીએ જેટ ગતિથી લીધા નિર્ણયો: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર નેહરા ક્વોરેન્ટાઇન થતા તત્કાળ મુકેશકુમારને જવાબદારી
  • કોવિડ-19ની સમગ્ર રાજ્યની તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક
  • અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરી માટે ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક: ફરી એક વખત ગજબનાક નિર્ણયશક્તિ દાખવતા CM રૂપાણી

કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે. વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે.

Leave a Response

error: Content is protected !!