Corona Update

CM રૂપાણીનો કોરોનાકાળમાં પ્રથમ અંબાજી પ્રવાસ, કોરોનાથી ગુજરાતની રક્ષા માટે પ્રાર્થના કરી

694views

અંબાજી : મુખ્યપ્રધાને લીધી અંબાજી ની મુલાકાત
lockdown બાદ પ્રથમ વખત CM એ મુલાકાત અંબાજીની લીધી
સવારે યોજાતી મંગળા આરતીમાં આપી હાજરી.
કોરોનાથી ગુજરાત ની રક્ષા માટે પ્રાર્થના કરી

મુખ્ય મંત્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજી ના પૂજન અર્ચન કરીને તેમના દિવસ નો પ્રારંભ કર્યો હતો.
મુખ્ય મંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોક ડાઉન ની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથ ના દર્શન અને રથયાત્રા માં પહિન્ડ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચી ને આજે સવારે જગદમ્બા માતાજી ની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ લોક ડાઉન ની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ ગાંધીનગર બહાર ના તેમના પ્રવાસની શરૂઆત માં આદ્યશકિત જગત જનની ના દર્શન અર્ચન થી કરી છે.
તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાત ને કોરોના ના આ સંકટ માંથી સલામત પાર ઉતારે તેવી મનોકનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્ય મંત્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે

Leave a Response

error: Content is protected !!