રાજનીતિ

CM રૂપાણીનો મોટો નિર્ણય, દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડુતોને એક ગાય દિઠ 900 રૂ.ની સહાય

1.17Kviews
  • દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે પ્રતિમાસ રૂ, 9૦૦ની સહાય ચૂકવાશે
  • ગાય દીઠ મળવાપાત્ર આ સહાય વાર્ષિક રૂપિયા ૧૦,૮૦૦ની મર્યાદામાં મળશે
  • મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક મોટો નિર્ણંય
  • રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેવાશે

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે એક ગાય દીઠ રૂપિયા ૯૦૦ની સહાય પ્રતિ માસ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ નવતર કાર્યક્રમો, યોજનાઓ અને અભિયાન અમલમાં મુકયા છે જે પૈકી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા પર રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

રસ ધરાવતા ખેડૂતોએ પોતાની અરજી પ્રોજેકટ ડાયરેકટર, આત્માને ‘‘આઇ ખેડૂત’’ પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઇન અરજી ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં પણ કોમ્પ્યૂટર-ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે. આ ઉપરાંત અરજદાર ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરીએ સમયમર્યાદામાં પોર્ટલ ખુલ્લુ અકિલા હોય ત્યાં સુધી પોર્ટલ ઉપર અરજી ચડાવવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેની ઉપર સહી/અંગુઠો કરી ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક, બેન્ક પાસબુકની નકલ/રદ કરેલ ચેક સામેલ રાખી દિન-૭માં તાલુકાના બીટીએમ/એટીએમ/ ગ્રામસેવક, પ્રોજેકટ ડાયરેક્ટર-આત્માની કચેરીને રજૂ કરવાની રહેશે રજુ કરવાના રહેશે

Leave a Response

error: Content is protected !!