રાજનીતિ

કાશ્મીર સમસ્યા કલમ 370 નહેરુની દેન, ભાજપ હટાવશે કલમ 370 : મુખ્યપ્રધાન રૂપાણી

98views

ભાજપ દ્વારા દર વર્ષે 24 જૂનનો દિવસ જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ તરીકે અને 25 જૂન ઈમરજન્સીના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાજપે 23-24-25 જૂન એમ ત્રણ દિવસ કાર્યકર્તા જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. જેમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તા બચાવવા લગાવેલ ઈમરજન્સી અંગે વિવિધ કાર્યક્રમો યોજી કાર્યકતાઓને માહિતી આપી જાગૃત કરવામાં આવ્યાં. રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ, મેયર ડો. જીગીશાબેન શેઠ, સિનિયર ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, મનિષા વકીલ, સીમા મોહીલે, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાશ્મીર આપણુ કમીટમેંટ, ૩૭૦ હટવી જરૂરી

જનસંઘના સ્થાપક પ્રમુખ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસે અંજલી અર્પવા અને કાળી કટોકટીની યાદ દેવડાવવા વડોદરા પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું હતુ કે, કાશ્મીર આપણુ કમીટમેંટ છે અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી ૩૭૦મી કલમ હટાવવી એ આપણા ચૂંટણી ઢંઢેરાનું વચન છે.

 

કાશ્મીર સમસ્યાનું કારણ નહેરુ

લોકસભાની ચૂંટણીમાં કાશ્મીરના પ્રશ્નો મહત્વનો મુદ્દો બન્યો હોવાનુ યાદ અપાવતા તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરને બચાવવુ હોય તો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા પડે, એટલે જ લોકોએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા છે. કાશ્મીરની પેચીદી સમસ્યા બનાવવામાં જવાહલાલ નહેરૂને નિશાન બનાવતા જણાવ્યુ હતુ કે, નહેરૂએ અપીઝમેન્ટ નીતિ અનુસાર કાશ્મીરને ૩૭૦મી કલમની ભેટ આપી હતી. આજે કાશ્મીરમાં જે કાઈ સમસ્યા છે એ નેહરુને કારણે છે.

શ્યામાપ્રસાદ મુખર્જીને કારણે કાશ્મીર ભારતમાં

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે આજે કાશ્મીર ભારતમાં છે એ શ્યામાપ્રસાદ મુખર્જીને કારણે છે. શ્યામાપ્રસાદ મુખરજીના કાશ્મીરમાં થયેલા રહસ્યમય મૃત્યુ પછી દેશમાં જે આંદોલનો થયા, તેના પરિણામે કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અને ભારતીય બંધારણનો સ્વીકાર થયો. કાશ્મીરના મુખ્યપ્રધાનને મળેલો પ્રધાનમંત્રીનો દરજ્જો નાબૂથ થયો અને તે મુખ્યમંત્રી તરીકે ઓળખાયા.

કટોકટી એ લોકશાહીની હત્યા

ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન ભોગવેલા કારાવાસનું વર્ણન કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, કટોકટી લાદીને ઇન્દિરા ગાંધીએ લોકશાહીની હત્યા કરી હતી, ગળે ટૂંપો દિધો હતો. તેમણે નવી પેઢીને કોંગ્રેસના કાળા કરતૂતોની અને જનસંઘ સહિતના પક્ષોએ તેની સામે લોકશાહીને બચાવવા કરેલા સંઘર્ષોની જાણકારી આપવા પર ભાર મૂક્યો હતો.

હું 19 વર્ષનો હતો અને જેલમાં ગયો હતો : મુખ્યપ્રધાન

વિજય રૂપાણીએ કટોકટીના દિવસોને યાદ કરીને જણાવ્યું કે, ઈંદીરા સરકારે 19 જૂન 1975ના દિવસે દેશમાં કટોકટી લાદી હતી. દેશભરમાંથી 20 હજાર નેતાઓને જેલ થઈ. ત્યારે હું 19 વર્ષનો હતો અને જેલમાં ગયો હતો. મારી સાથે વડોદરામાંથી હેમચંદ બહુચરે, રાજેન્દ્ર વ્યાસ, પ્રકાશ બ્રહ્મભટ્ટ (કોકો) વિગેરે નેતાઓ હતા. કોગ્રેસ દ્વારા કટોકટીમાં લોકો પર ખુબ જુલમ કર્યો હતો. કોગ્રેસના આ કુકર્મોના કારણે તેમની પાર્ટી હાલ પતી ગઈ છે.

Leave a Response

error: Content is protected !!