રાજનીતિ

માત્ર સંવેદનશીલ નહિ, સખ્ત અને શિસ્તપ્રિય પણ છે સીએમ રૂપાણી

559views

રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું નામ વટાવતા એક યુવાનને બોધપાઠ આપી ને દાખલો બેસાડ્યો

સાયકલિંગ માટે નીકળેલી યુવતી સાથે વાહન અથડાવ્યાં પછી યુવક દિલગીરી વ્યક્ત કરવા ને બદલે બેફામ બન્યો અને CM રૂપાણીનું નામ વટાવ્યું.ઘટનાનો વાઇરલ થયેલો વિડીયો જોઈ ને CM રૂપાણીએ તત્કાળ એક્શનનાં આદેશ આપ્યા, પોલીસે યુવકને ઝડપી લઈ ને કાયદાનું ભાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાનાં સંવેદનશીલ અભિગમ માટે જાણીતા છે. પરંતુ સમાજનાં વિશાળ હિતમાં જ્યારે જ્યારે જરૂર ઉભી થાય ત્યારે તેઓ ત્રીજું નેત્ર ખોલી શકે છે. ગઈકાલે રાજકોટમાં બનેલાં આવા જ એક બનાવ બાબતે CM રૂપાણીએ સખ્ત અભિગમ અપનાવ્યો હતો.

વાત એમ બની હતી કે, રાજકોટમાં સાયકલિંગ કરવા નીકળેલી એક છોકરી સાથે એક યુવાને વાહન અથડાવ્યા બાદ દિલગીરી વ્યક્ત કરવાને બદલે બેફામ અપશબ્દોના પ્રયોગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેના માસા હોવાનું જણાવી અસભ્ય વર્તન કરતો વિડિઓ વાયરલ થયો હતો. આ વિડીયો મુખ્યમંત્રી સુધી પહોંચતા તેમણે મુખ્યમંત્રી સહિતના આગેવાનોના નામનો ખોટો ઉપયોગ કરવા બદલ પેલા યુવાન સામે તાકીદે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને જણાવ્યું હતું , પોલીસ કમિશનર દ્વારા વાયરલ વિડિઓ અંગેની તમામ હકીકતો મેળવી વિવિધ ટીમોને કામે લગાડી આરોપી યુવાનને શોધી કાઢ્યો હતો અને તેની સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ આ રીતે મુખ્યમંત્રીના નામનો ગેરઉપયોગ કરવા સામે નારાજગી દર્શાવવામાં આવી હતી. આમ મુખ્યમંત્રી રૂપાણીએ ફરી એક વખત એક અલગ જ પ્રકારનું ઉદાહરણ બેસાડયું હતું.

Leave a Response

error: Content is protected !!