Corona Update

CM રૂપાણીનું એલાન, 2 લાખ 80 હજાર માલવાહકોને ટેક્સમાંથી છુટ જાણો કેટલા સમય માટે મળી છુટ ?

1.18Kviews
  • મુખ્યમંત્રીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
  • માલવાહક વાહનોને-ગુડ્ઝ કેરેજને મોટર વાહન કર ભરવામાંથી બે માસની મુક્તિ
  • ગુડ્ઝ કેરેજ-ટ્રાન્સપોર્ટ ઓનર્સની રજૂઆતનો ત્વરીત સાનુકૂળ પ્રતિસાદ આપતા શ્રી વિજયભાઈ રૂપાણી
  • 2 લાખ 80 હજાર માલવાહક વાહનધારકોને અંદાજે કુલ 100 કરોડ રૂપિયાની રાહત મળશે
  • એપ્રિલ અને મે માસનો મોટર વાહન ટેક્સ લેવાશે નહીં


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસથી ઉદભવેલી પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાંથી રાજ્યના અર્થતંત્રને અને જનજીવનને પુન:ધબકતુ અને પૂર્વવત કરવા ૧૪૦૨૨ કરોડ રૂપિયાનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરેલુ છે
મુખ્યમંત્રીશ્રીએ આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને રાજ્યમાં માલવાહક વાહનો-ગુડ્ઝ કેરેજને મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી એપ્રિલ અને મે એમ બે માસ માટે મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યના ગુડ્ઝ કેરેજ-ટ્રાન્સપોર્ટ ઓનર્સ દ્વારા લૉકડાઉનની સ્થિતિમાં વાહન યાતાયાત પરના નિયંત્રણના કારણે તેમને આવો મોટર વ્હિક્લસ ટેક્સ ભરવામાંથી રાહત આપવાની રજૂઆત મળી હતી
મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતનો ત્વરીત સાનુકૂળ પ્રતિસાદ આપતા આવા ગુડ્ઝ કેરેજ માટે બે મહિનાનો મોટર વ્હિકલ ટેક્સ રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પરિણામે રાજ્યના 2 લાખ 80 હજાર માલવાહક વાહનધારકો-ગુડઝ કેરેજ ઓનર્સને એપ્રિલ અને મે બે મહિનાનો મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળતા કુલ અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાની રાહત થશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખાનગી લકઝરી બસ-કોન્ટ્રેકટ કેરેજ બસ તથા જીપ, ટેક્સી-મેક્સી કેબને લૉકડાઉનની સ્થિતિમાં રાહત આપતા છ માસ માટે એટલે કે ૧લી એપ્રિલ થી ૩૦મી સપ્ટેમ્બર સુધીના સમય માટે રોડ ટેક્સ ભરવામાંથી સંપૂર્ણ માફી આપેલી છે તેનો લાભ અંદાજે ૬૩ હજાર જેટલાં આવા વાહનધારકોને મળવાનો છે
હવે, ૨ લાખ ૮૦ હજાર માલવાહક વાહનધારકોને પણ બે મહિના માટે મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી મુખ્યમંત્રીશ્રીએ મુક્તિ આપી છે

Leave a Response

error: Content is protected !!