રાજનીતિ

સરકારી જમીન પર દબાણ કર્યુ હોય તો ચેતી જજો, CM રૂપાણીએ આપ્યા આકરા આદેશ

722views

સરકારી જમીનો પર બેફામ કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યા છે. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક કરી હતી. જે દરમિયાન દબાણો દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.


રાજકોટ શહેરમાં સરકારી જમીન પર બેફામ દબાણ ઉભા કરનારાઓ સામે તંત્રએ લાલ આંખ

આજે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. જેમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારી જમીનો પરથી દબાણ દૂર કરવામાં આવે. આ સાથે જ દબાણો  કરતા અટકાવવામાં આવે તેવી પણ સૂચના આપી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર ઉભા કરવામાં આવેલા દબાણને કોઈની પણ સેહશરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ શહેરમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!