Corona Update

જનતાને ભરમાવવામાં નંબર વન કોંગ્રેસ, ટેસ્ટિંગના મામલે ફેલાવી અફવા, ગુજરાતમાં કેટલા ટેસ્ટ થાય છે વાંચો હકિકત

1.04Kviews
  •  રાજ્યમાં અત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ કરવામાં આવ્યા છે,
  • જેમાંથી 9,932નો રિપોર્ટ પોઝિટિવ અને
  • 1,17,927નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
  •  દરમિયાન ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 64 હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે

 

આજે ટ્વિટર પર કોંગ્રેસના અહેમદ પટેલે એવું ગપ્પું હાંકયું હતું કે, ગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટ્સની સંખ્યા સતત ઘટી રહી છે અને એ રાષ્ટ્રીય પોલિસીની વિરુદ્ધ છે! આવા ગપ્પાંનો CM રૂપાણીએ તત્કાળ ટ્વિટર પર જ સણસણતો જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં ટેસ્ટ્સની સંખ્યા ઘટી નથી, પહેલા તમે રજૂ કરેલા અંકડાઓનો સ્ત્રોત તપાસી લો, એ વાસ્તવિકતાથી અને ધરાતલથી જોજનો દૂરના છે! ટ્વિટની સાથે CM રૂપાણીએ એક ઇમેજ પણ મૂકી છે-જેમાં સાચા આંકડાઓ અપાયાં છે. આ આંકડા પરથી પુરવાર થાય છે કે, ગુજરાતમાં ટેસ્ટ્સની સંખ્યા દર દસ લાખ વ્યક્તિ દીઠ ભારતમાં થતા સરેરાશ ટેસ્ટ્સ કરતા ક્યાંય વધુ છે. 16 મે સુધીમાં અમદાવાદમાં 52377 ટેસ્ટ્સ થયા છે જે મુજબ દર મિલિયન (દસ લાખ) લોકો દીઠ 6419 છે. સુરતમાં 23928 થયા, જે મિલિયન દીઠ 3479 છે, વડોદરામાં 6731 થયા, જે મિલિયન દીઠ 2048 છે. ગુજરાતમાં કુલ 1,27,859 ટેસ્ટ્સ થયાં, જે મિલિયન દીઠ 1943 છે. જ્યારે સમગ્ર ભારતમાં કુલ 20,39,952 ટેસ્ટ્સ થયા છે. જેની સરેરાશ દસ લાખ વ્યક્તિ દીઠ 1478 છે. આમ, ગુજરાતમાં ટેસ્ટ્સ ઘટી રહ્યાની અફવા ફેલાવી ને કોંગ્રેસ દેશને અને ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!