Corona Update

CM રૂપાણીએ એક અઠવાડિયામાં જ કર્યા પાંચ મોટા કાર્યો, ગુજરાતના વિકાસની ગાડી પુરજોશમાં દોડી

1.31Kviews
  • 4200 પે ગ્રેડનો પરિપત્ર રદ્દ અને સુરતમાં 1000 બેડની હોસ્પિટલનું લોકાર્પણ સહિત અનેકવિધ કાર્યોૉ
  • CM રૂપાણીએ પાછલા એક અઠવાડિયામાં કરેલા કાર્યો અને લીધેલાં નિર્ણયોના લેખાજોખા
  • વધુ ત્રણ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી
  • પ્રવાસન ધામ તથા તીર્થધામોનાં વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન
  • અતિવૃષ્ટિવાળા વિસ્તારોનો સર્વે હાથ ધરાશે, નુક્સાનનું વળતર ચૂકવાશે
  • ખેડૂતો, વનબંધુઓ, શિક્ષકો, યાત્રાળુઓ, દર્દીઓ, શહેરીજનો વગેરે તમામ વર્ગને આવરી અવિરત નિર્ણયો-કાર્યો કરી રહ્યાં છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

કોરોના, કૃષિ, પ્રવાસન, શિક્ષણ, વનવાસી, શહેરી, યાત્રાધામોનાં વિકાસ વગેરે વિષયોમાં અઢળક સહાય યોજનાઓ, જાહેરાતો કરતા મુખ્યમંત્રી રૂપાણી વિશ્વભરમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે પરંતુ કોરોનાકાળ દરમિયાન પણ ગુજરાતમાં વિકાસકાળ અટક્યો નથી. ગુજરાતનાં સતર્ક, સજ્જ, શક્તિશાળી, સંવેદનશીલ અને સજ્જન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની છેલ્લા કેટલાંક દિવસોની કામગીરી જોતા ખ્યાલ આવશે કે ગુજરાતમાં સતત વિકાસ થઈ રહ્યો છે અને અગત્યનાં કાર્યો, યોજનાઓ અટકયા નથી. આવો જોઈએ મુખ્યમંત્રી રૂપાણીએ પાછલા એક અઠવાડિયામાં કરેલા કેટલાંક અગત્યનાં કાર્યોનાં લેખાજોખા..

અતિવૃષ્ટિવાળા વિસ્તારોનો સર્વે હાથ ધરાશે, નુક્સાનનું વળતર ચૂકવાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિવૃષ્ટિવાળા વિસ્તારોનો સર્વે કરવાનો અને ખેડૂતોને થયેલા નુકસાનનો વળતર ચૂકવવાનો નિર્યણ કર્યો છે. આ માટે મહેસૂલ વિભાગને સર્વેની કામગીરી સોંપી દેવાઈ છે. ખેડૂતોને SDRFના નિયમના આધારે વળતર આપવાનું રૂપાણી સરકારે નક્કી કર્યું છે.

સુરતમાં ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલનું લોકાર્પણ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી ૧૦૦૦ બેડની  કોવિડ-19 ડેડીકેટેડ હોસ્પિટલ જેમાં ર૧૧ ICU બેડ સાથે ૧૦૦૦ પથારીની સુવિધાઓ છે તેનું લોકાર્પણ કર્યું હતું.

4200 પે-ગ્રેડ ઘટાડવાનો પરિપત્ર રદ્દ કર્યો : મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૦ બાદ ભરતી કરાયેલા શિક્ષકોનો ૪૨૦૦નો પે-ગ્રેડ ઘટાડવાના પરિપત્રને રદ કર્યો છે. આ નિર્ણયથી ૬૫૦૦૦ શિક્ષકોને ૮૦૦૦ રૂપિયાથી વધુનો ફાયદો થશે.

વનબંધુઓને જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ગાંધીનગરથી ડિજિટલી વિતરણ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ ગાંધીનગરથી કર્યુ હતું. અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે. આ દાવાઓમાં ૧૪૯પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે. સામૂહિક દાવાઓ અન્વયે ૧૧ લાખ ૬૦ હજારથી વધુ એકર જમીન મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત પાયારૂપ વિકાસ કામો માટે ૧ લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજનામાં ફાળવવામાં આવેલા છે.

વધુ ત્રણ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. ર૬ (મવડી) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી ૧૦૬ (વસ્ત્રાલ રામોલ) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી. ૬૪ (ત્રાગડ)ને મંજૂરી આપી છે. આ ત્રણ પ્રિલીમીનરી ટી.પી.ને મંજૂરી આપતાં સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ બાંધકામના હેતુથી કુલ ૧ લાખ ર૧ હજાર ૩ર૪ ચો.મીટર જમીનો જે-તે સત્તામંડળને સંપ્રાપ્ત થશે.

પ્રવાસન ધામ તથા તીર્થધામોનાં વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવાસન વિભાગના ઉપક્રમે યોજાયેલા ઈ-લોન્ચિંગ કાર્યક્રમમાં કુલ રૂ. ૧ર૬.૯૬ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા. સોમનાથ ધામમાં ૪૫ કરોડ રૂપિયાના યાત્રી સુવિધા કાર્યોનું ઈ-લોકાર્પણ, રૈયોલીમાં રૂ. ૨૦ કરોડના ખર્ચે ડાયનાસૌર મ્યૂઝિયમ ફેઇઝ-૨ના કામોની ભૂમિપૂજન વિધિ, કચ્છના સફેદ રણ ધોરડો ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા યાત્રી સુવિધાના સ્થાયી-કાયમી કામોનું ઈ-ખાતમૂહુર્ત તથા મોરબીના વવાણીયામાં શ્રીમદ રાજચન્દ્ર ભવનના વિકાસ માટે રૂ. ૬ કરોડના કામો તેમજ પાટણમાં વીર મેઘમાયા સ્મારક ભવનનાં ૩ કરોડ રૂપિયાના વિવિધ સુવિધાલક્ષી કામોના ઈ-ખાતમૂહુર્ત વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.

Leave a Response

error: Content is protected !!