વિકાસની વાત

ત્રણ મોર્ચે ત્વરિત નિર્ણય લેતા CM રૂપાણી, જાણીને રહી જશો દંગ એક જ દિવસમાં લીધા આટલા નિર્ણય

2.35Kviews

CM રૂપાણીએ એક જ દિવસમાં શું-શું કર્યું એ જાણશો તો તેમની પ્રતિબદ્ધતા પ્રત્યે વધુ માન ઉપજશે

  • ત્વરિત નિર્ણયો, સતત બેઠકો અને ગહન મનોમંથન
  • કચ્છ શાખા નહેરના 357 કિ.મી. પૈકી 333 કિ.મી. લંબાઈમાં કામો પૂર્ણ થઈ ગયું, બાકીની 24 કિ.મી. લંબાઈના કામો હવે તત્કાળ કરવા બેઠકમાં CMની તાકીદ
  • મુખ્યમંત્રીએ એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથેની આ બેઠકમાં અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અને સારવાર પદ્ધતિની રણનીતિ અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો
  • લોકડાઉનના ત્રણ માસ એપ્રિલ-મે-જૂન માં રૂ. ૩૩૩૮ કરોડની બજાર કિંમતનું ૧રર લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું: ૩.ર૩ કરોડ NFSA લાભાર્થીઓ અને ૧.૭પ કરોડ મધ્યમવર્ગીય લોકો મળી ૪ કરોડ ૯૮ લાખ લોકોને મળ્યો લાભ

એક નિષ્ઠવાન શાસક જો પૂર્ણ પ્રતિબદ્ધતાથી લોકોની સેવામાં લાગ્યો રહે તો એ લોકોનાં જીવનમાં આમૂલ પરિવર્તન આણી શકે. રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે સમર્પણભાવથી કાર્ય કરી રહ્યા છે, તે અદ્ભૂત છે. ગઈકાલે, ગુરુવારે એક જ દિવસમાં એમણે કરેલા કાર્યો અને બેઠકોની એક નાની ઝલક માત્ર જોઈએ તો પણ એ વાત સમજાઈ જાય. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુરુવારે રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર, સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રી અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અને સારવાર પદ્ધતિની રણનીતિ અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો હતો. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. એક્સપર્ટ કમિટીના તજ્જ્ઞ તબીબોએ લોકોમાં કોરોના નિયંત્રણ અંગે વધુ જનજાગૃતિ માટે સુઝાવો આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસોની પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-19ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા. આ એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સના ખ્યાતનામ ડૉકટર્સ પણ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાની ફલશ્રુતિને પરિણામે લોકડાઉનના ત્રણ માસ એપ્રિલ-મે-જૂન માં સમગ્રતયા રૂ. ૩૩૩૮ કરોડની બજાર કિંમતનું ૧રર લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે આવા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્રતયા ૩.ર૩ કરોડ NFSA લાભાર્થીઓ અને ૧.૭પ કરોડ મધ્યમવર્ગીય લોકો મળી ૪ કરોડ ૯૮ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે. તદઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ આવા NFSA કાર્ડધારકોએ રૂ. ૪૬૧ કરોડના અંદાજિત બજાર મૂલ્યના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા અને ૭૦ હજાર કવીન્ટલ ચણા વિનામૂલ્યે મેળવ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના કામોની વિગતવાર સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક ગુરુવારે યોજી હતી. કચ્છ શાખા નહેરના 357 કિ.મી. પૈકી 333 કિ.મી. લંબાઈમાં કામો પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં 231 કિ.મી. સુધી એટલે કે અંજાર તાલુકાના વર્ષામેઢી સુધી પાણીનું વહન થઈ રહ્યું છે. આમ કચ્છ શાખા નહેરના માત્ર 24 કિ.મી. લંબાઈના કામો હવે બાકી રહે છે જે પૈકી 13.2 કિ.મી. લંબાઈમાં જમીન સંપાદનની પ્રક્રિયા પ્રગતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છને નર્મદાના પાણી પહોચાડતી કચ્છ શાખા નહેરના બાકી રહેલા ર૪ કિ.મી. લંબાઇના કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી છે. કચ્છ શાખા નહેરની ત્રણ પેટા શાખા નહેરો પૈકી 57 કિ.મી. લાંબી ગગોધર શાખા નહેરના કામો પૂર્ણ થઈ ગયેલ છે અને પાણી છેવાડા સુધી વહે છે. 23 કિ.મી. લાંબી વાંઢીયા શાખા નહેરના કામો મહદંશે પૂર્ણ થઈ ગયાં છે અને જે 1 કિ.મી. જેટલા કામો પ્રગતિમાં છે તેમાં જમીન સંપાદન તથા યુટિલીટી ક્રોસિંગના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કચ્છ જિલ્લા કલેક્ટરને આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી.

બેઠકમાં જણાવવામાં આવ્યું કે નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી કચ્છને ફાળવવામાં આવેલ 1 મિલિયન એકર ફૂટ પાણી માટે નિર્ધારીત કરેલ 8 ઓફટેક પૈકી 7 ઓફટેકના કામો નર્મદા નિગમ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આમાંના પાંચ ઓફટેક એટલે કે કચ્છ શાખા નહેરની સાંકળ 105 કિ.મી. ઉપર સરાણ માટે, 115 કિ.મી. ઉપર ફતેહગઢ માટે, 134 કિ.મી. ઉપર લાકડાવાંઢ માટે, 149 કિ.મી. ઉપર સુવઈ માટે તથા 214 કિ.મી. ઉપર ટપ્પર માટેના ઓફટેક તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ત્યાં સુધી પાણીનું વહન પણ થઈ રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!