Corona Update

CM રૂપાણીએ જાહેર કર્યુ અભિયાન ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’, હવે ગુજરાત કોરોનાને યોગથી ભગાડશે

708views

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જાહેર જનતાને આજે એક ખાસ અપીલ કરીને ૨૧ જૂન યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. તા. ૧૪થી ૨૧ ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’

  • યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા યોગ અંગે પ્રચાર-પ્રસારનાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાશે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જાહેર જનતાને આજે એક ખાસ અપીલ કરીને ૨૧ જૂન યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. તા. ૧૪થી ૨૧ ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાન હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સહપરિવાર યોગ દિવસ ઉજવણીમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આજ રોજ કહ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં યોગ શક્તિશાળી શસ્ત્ર છે. યોગ શરીરને નિરોગી રાખી સકારાત્મક દિશા આપે છે. તેમણે કહ્યું કે યોગથી માનસિક શાંતિ મળી છે. સંસ્કૃતિમાં યોગ કેન્દ્ર સ્થાને છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, યોગ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. તેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ઉત્સાહપૂર્વક ઉજવણી કરીશું. યોગની મદદથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના સામે રક્ષણ કરી શકીએ. આમ, ૨૧ જૂન રવિવારે યોગ દિવસ હોય કોરોના સામે લડવા, રોગ પ્રગતિકારક શક્તિ વધારવા, સ્વથ્ય તન અને મન કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાને યોગ કરવા અને ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાનમાં સહપરિવાર જોડાવવા અપીલ કરી છે.

યોગ બોર્ડ દ્વારા ર૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા. ૧૪ જૂનથી યોગ – પ્રાણાયામનો વ્યાપક પ્રચાર-પ્રસાર લોકોમાં થાય, જનતાની યોગ પ્રત્યેની જાગૃતિ વધે તે માટે સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી યોગ નિર્દેશન – યોગ વ્યાખ્યાનો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. યોગ-પ્રાણાયામને પ્રવર્તમાન પરિસ્થિતિમાં વધુ પ્રચલિત બનાવવાના હેતુથી વધુને વધુ લોકો યોગાભ્યાસમાં જોડાય તે માટે સેલ્ફી વીથ યોગાસન, યોગ વીથ ફેમીલી જેવા આકર્ષક આયામો સાથે આ વર્ષે યોગ દિવસ ઉજવવામાં આવશે. જેમાં #DoYogaBeatcorona હેશટેગ સાથે તા. ૧૬થી ૨૧ કુલ ૬ દિવસ સુધી આ અભિયાન ચાલશે. ૧૬મી જૂને આપણને યોગ શા માટે પસંદ છે તે પ્લેકાર્ડ પર લખી તેનો ફોટો સોશિયલ મીડિયા પર #DoYogaBeatcorona સાથે પોસ્ટ કરવાનો રહેશે. ૧૯મી જૂને આપણી મનપસંદ યોગમુદ્રા સાથેનો ફોટો #DoYogaBeatcorona સાથે પોસ્ટ કરવાનો રહેશે અને યોગ વિશેની તમામ જાણકારી, યોગના ફાયદાઓ સહિતની માહિતી #DoYogaBeatcorona સાથે પોસ્ટ કરી યોગ વિશેની ઈન્ફોર્મેશન બેંક બનાવવા રહેશે. તદુપરાંત ૨૧મી જૂને આયુષ મંત્રાલયે આપેલ સૂત્ર ‘Yoga at Home, Yoga with Family’ ને સાર્થક કરીને સ્વ-ગૃહે પરિવારજનો સાથે યોગ કરવાના રહેશે.

Leave a Response

error: Content is protected !!