રાજનીતિ

વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત અમરાઈવાડી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ જનમેદનીને કર્યું સંબોધન

88views

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 અંતર્ગત અમરાઈવાડી ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.તેઓએ ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે,

શક્તિશાળી ભારતના નિર્માણ માટે દેશમાંથી ભ્રષ્ટાચાર, બેકારી અને ગરીબી નાબૂદ કરી ભારતના માનબિંદુઓને પુનઃ સ્થાપિત કરવના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત પરિશ્રમ કરી રહ્યા છે. કોંગ્રેસની નેતાગીરી હતાશ અને નિરાશ થઇ ચૂકી છે, રાહુલ ગાંધી પણ હિંમત હારી ચૂક્યા છે અને કોંગ્રેસ દિન-પ્રતિદિન તૂટી રહી છે. ગુજરાતની રાજ્ય સરકાર ઇમાનદારીપૂર્વક સંવેદનશીલતા સાથે સતત કાર્ય કરી રહી છે.

અમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણી 2019 અંતર્ગત મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં જાહેરસભા.આ સભામાં મંત્રી આર.સી.ફળદુ, પ્રદેશના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, મેયર બીજલબેન પટેલ, સાંસદ હસમુખભાઈ પટેલ, ડૉ. કિરીટભાઈ સોલંકી સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા.

Leave a Response

error: Content is protected !!