રાજનીતિ

ખાલી વચનો આપવાથી નહીં ચાલે, કામ પણ કરવું પડશે ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં CM રૂપાણીનું નિવેદન

113views

સુરતમાં આજથી બે દિવસીય ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં. સીએમ રૂપાણીએ કહ્યું કે કોર્પોરેશનની પહેલી પ્રાથમિકતા રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા હોવી જોઇએ. જ્યારે પાણીની બચત એ આજના સમયની માંગ છે.

CM રૂપાણીએ કહ્યું કે પાણીની બચત એ આજના સમયની માંગ

સીએમ વિજય રૂપાણીએ બેઠકને સંબોધન કરતાં કહ્યું કે કોર્પોરેશનની પહેલી પ્રાથમિકતા રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા હોવી જોઇએ. ખાલી વચનો આપવાથી નહીં ચાલે, કામ પણ કરવું પડશે. જ્યારે પાણીની બચત એ આજના સમયની માંગ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા જોઇએ. જ્યારે સોલાર સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. ગુજરાતનો વિકાસ જોવા તમે આવો તમને આવકારાશે.

મનપા દ્વારા વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા

આ બેઠકની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. આ બેઠકમાં દેશના 25 મેયર હાજર રહ્યાં છે. જેમાં ગુજરાતના પણ 6 મેયર બેઠકમાં ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં મનપાના વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!