જાણવા જેવુરાજનીતિ

વિશ્વ યોગ દિવસ પર CM રૂપાણી એ કરી મોટી જાહેરાત, રાજ્યમાં યોગ બોર્ડની રચના થશે

107views

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ પાંચમા વિશ્વ યોગ દિવસે રાજ્યમાં યોગ સાધના અને સ્વસ્થ જીવન માટે જન જન સુધી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું, “રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવશે. ગુજરાતના જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. યોગ આપણી આધ્યાત્મીક વિરાસત છે, તેના પ્રસારની સાથે સાથે સ્વસ્થ્ય શરીર અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે યોગના માધ્યમથી પ્રયાસ કરાશે. જો લોકો રોગો પહેલાંની જાળવણી કરશે તો સમાજ રોગ મુક્ત અને ગરીબી મુક્ત બનશે.”

આ પહેલા કાર્યક્રમમાં સંબોધન સમયે તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતમાં દોઢ કરોડ લોકો સામૂહિક યોગ કરીને વિશ્વ યોગ દિવસ ઉજવવા જઈ રહ્યાં છે. આજે સાંજે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગુજરાતભરના સંતો દ્વારા સામૂહિક યોગ થવાના છે.

પાંચ હજાર પહેલા પતંજલિ ઋષિએ સમગ્ર દુનિયાને યોગનું દર્શન કરાવ્યું અને વિશ્વના ખૂણે ખૂણે આ યોગને પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનોમાં યોગને માન્યતા અપાવી છે. જેથી વિશ્વ યોગ ઉજવે છે. યોગ એ રોગને ભગાવે છે. આ વર્ષની થીમ હૃદયરોગને ધ્યાનમાં રાખીને યોગા ફોર લાઈફ કેર રાખવામાં આવ્યો છે. તેમણે સ્ટેજ પરથી યોગાસન પણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જીમાનસ્ટ પ્લેયર્સે આકર્ષણ જમાવ્યું હતું તેમણે પોતાની ફિટનેસ દર્શાવતા યોગ કર્યા હતા.

Leave a Response

error: Content is protected !!