Corona Updateરાજનીતિ

CM રૂપાણીએ કરી સોમનાથ દાદાની પુજા, ગુજરાતની રક્ષા અને પ્રગતિની કરી પ્રાર્થના

413views

CM વિજય રૂપાણીએ આજે વહેલી સવારે તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને પૂજા-અર્ચના કરી હતી. મહાદેવના જળાભિષેક સાથે રૂપાણીએ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિજય રૂપાણીએ શુક્રવારે પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં અને રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ કર્યું હતું. આજે સવારે વિજય રૂપાણીએ પરિવાર સાથે પૂજા કરી હતી. મુખ્યમંત્રી અને તેમના પત્ની અંજલિબેને સજોડે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતાં જ્યાં પરિવાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રંસગે નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ભાનુબેન બાબરિયા સહિતના લોકો જોડાયા હતાં.

આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા માં વધતા જતાં કોરોના કેસ ને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સાથે જિલ્લા ની સમીક્ષા બેઠક પણ યોજી હતી અને જિલ્લા માં કોરોના ના કેસ અને મૃત્યુ અંક વધે નહીં તે માટે તકેદારી રાખવા અને માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટનસિંગ નું કડક પાલન કરાવવા સૂચના આપી હતી

Leave a Response

error: Content is protected !!