રાજનીતિ

મુખ્યમંત્રીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ:ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પીપલ-ટુ-પીપલ કોન્ટેકટ વધારવા નિર્ધાર

86views

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉઝબેકિસ્તાનના 5 દિવસીય પ્રવાસે હતાત્યારે શું ખબર ઉઝબેકિસ્તાનની એ તો જાણવું જ પણે ને…ચાલો જોઈએ કેવો રહ્યો મુખ્યમંત્રીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ ક્યાં ક્યાં થયા મહત્વના કરાર તો સાથે ક્યાં ક્ષેત્રે થશે નવી ઉંડાન

  • અન્ય કોઇ રાષ્ટ્રના ઊદ્યોગ-વેપારને ન મળી હોય તેવી છૂટછાટો-સહયોગ ઉઝબેકિસ્તાન ગુજરાતને આપશે
    જરૂર જણાયે રાષ્ટ્રપ્રમુખ પોતાના સત્તાધિકારોનો ઉપયોગ કરી ગુજરાતના ઊદ્યોગ વેપારકારો માટે -નિયમોમાં છૂટછાટ આપશે
  • ગુજરાતના ઊદ્યોગ વેપારકારોના રોકાણકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉઝબેકિસ્તાનના ત્રણ મંત્રીઓ દર ત્રણ મહિને ગુજરાત આવશે
  •  દર મહિને ઉઝબેકિસ્તાનની ભારતીય રાજદૂત કચેરી સાથે સંકલન બેઠક યોજશે
  •  ગુજરાતની વૈશ્વિક કક્ષાની GFSU-PDPU-આઇક્રિયેટના કૌશલ્યનો લાભ ઉઝબેક યુવાઓને મળે તે માટે ઉઝબેકિસ્તાનના શિક્ષણ-ઇનોવેશન મંત્રી ટાઇ-અપ માટે ગુજરાત આવશે મુખ્યમંત્રી
  • ગુજરાતના ઊદ્યોગ સાહસિકો અને રોકાણકારો વેપારકારોને ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગો શરૂ કરવામાં જરૂરી પરવાનગીઓ ત્વરાએ મળે તે માટે સહયોગ અપેક્ષિત
  •  સરદાર સ્ટ્રીટ નામાભિધાન સરદાર પ્રતિમા અનાવરણથી ઉઝબેકિસ્તાનમાં ભારતના રાષ્ટ્રનેતાનું વિશેષ ગૌરવ થયું
  • સમગ્ર પ્રવાસ દરમ્યાન ઉષ્માપૂર્ણ સત્કાર અને સહયોગ માટે આભાર વ્યકત કર્યો
  • ગુજરાતની જૈવિક ખેતીની સફળતા વર્ણવી
  • એગ્રીકલ્ચર – ફાર્માસ્યુટિકલ – કેમિકલ –એન્જીનીયરીંગ – જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ-રોકાણ માટે ગુજરાત-ઉઝબેકિસ્તાન બેય તત્પર

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોયેવએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, તેઓ ગુજરાતના વેપાર-ઊદ્યોગકારોને તમામ સહયોગ આપશે અને જરૂર જણાયે પોતાના ખાસ સત્તાધિકારોનો ઉપયોગ કરીને નિયમોમાં છૂટછાટ મૂકીને વધુ પ્રોત્સાહક છૂટછાટો પણ આપશે. એટલું જ નહિ, અન્ય કોઇ પણ રાષ્ટ્રને ઉઝબેકિસ્તાનમાં મળી ન હોય તેવી સુવિધા અને રાહતો આપવા પણ તેઓ ઉત્સુક છે.

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એમ પણ જણાવ્યું કે, તેમની સરકારના ત્રણ મંત્રીઓ દર ત્રણ માસે ગુજરાત આવશે તેમજ ગુજરાતમાં બે-ત્રણ દિવસ રોકાણ કરીને રાજ્ય સરકારના અધિકારીઓ અને ઊદ્યોગ-વેપારના પ્રતિનિધિઓ સાથે બેસીને જો કોઇ પ્રશ્નો-સમસ્યા હશે તો તેનું નિવારણ લાવશે.

આ મંત્રીઓ ભારતની ઉઝબેકિસ્તાન સ્થિત એમ્બેસી સાથે પણ દર મહિને સંકલન બેઠક યોજીને સમીક્ષા કરશે.
શ્રીયુત શવકત મિરઝીયોયેવએ ખાસ કરીને એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જીનીયરીંગ તેમજ જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને વેપાર-રોકાણ વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી.

વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાતની જૈવિક ખેતીની વિશેષતાઓની ભૂમિકા આપી તેનાથી પ્રભાવિત થઇને રાષ્ટ્રપ્રમુખે આ ખેતીના વધુ અભ્યાસ માટે પણ એક પ્રતિનિધિમંડળ ત્વરાએ ગુજરાત મોકલશે તેમ જણાવ્યું હતું.  વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વૈશ્વિક કક્ષાના ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી તેમજ આઇક્રિયેટ જેવી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓની વિશદ છણાવટ આ બેઠકમાં કરી હતી.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ યુનિવર્સિટીઓ સાથે પોતાના રાષ્ટ્રનું ટાઇ-અપ કરીને ઉઝબેકિસ્તાન યુવાઓને તેનો લાભ મળી રહે તે માટે ઉઝબેકિસ્તાનના શિક્ષણ અને ઇનોવેશન મંત્રીને ગુજરાત મુલાકાતે મોકલશે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાનમાં અન્ડીજાન શહેરમાં એક સ્ટ્રીટનું નામ ગુજરાતના સપૂત રાષ્ટ્રનેતા સરદાર સાહેબના નામ સાથે જોડવા તેમજ સરદાર પ્રતિમા મૂકવાના સરાહનીય અભિગમ માટે પણ રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.

ગુજરાત પ્રતિનિધિમંડળના વરિષ્ઠ સચિવશ્રીઓ, રાજદૂતાવાસના અધિકારીઓ અને ઉઝબેકિસ્તાન સરકારના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Leave a Response

error: Content is protected !!