રાજનીતિ

ક્યારે સુધરશે કોંગ્રેસ…? કોંગ્રેસે લીધો ધરણા કરવાનો હાસ્યાસ્પદ નિર્ણય

146views

કૉંગ્રેસ હંમેશા તેનાં નિર્ણયોનાં કારણે હાસ્યાસ્પદ રહ્યુ છે. ત્યારે ફરી એકવાર કૉંગ્રેસને ક્યાં મુદ્દે આંદોલન કે ધરણા કરવા જોઈએ તે માટેની સમજણ હાસ્યાસ્પદ અને દયાજનક બની છે.

હાલ પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશમા આંદોલનો અને ધારણાઓ કરી રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશના કૉંગ્રેસનાં મંત્રીઓ પણ પ્રિયંકા સાથે ધારણા અને આંદોલનો કરી રહ્યાં છે. પરંતું ગુજરાતમાં જે નર્મદા નીરને રોકાવી દેવાની ચીમકી આપી હતી એની સામે કોઈ આંદોલન કે ધરણાં ન કરાયાં.

કૉંગ્રેસનો ઇતિહાસ હંમેશા નર્મદા વિરૂદ્ધ રહ્યો છે. એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. જ્યારે કૉંગ્રેસ સત્તામા હતી ત્યારે પણ કૉંગ્રેસે નર્મદા યોજનાને અટકાવવાનું કામ કર્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદીજીને ઉપવાસ ઉપર બેસવું પડ્યું હતું.

એક તરફ ગુજરાત નાં ખેડુતો અને ગુજરાતની પ્રજા પાણી માટે વલખા નાખી રહી છે ત્યારે બીજી તરફ કૉંગ્રેસ નાં વડા પ્રિયંકા નેતાગીરી માટે ધરણાં કરી રહ્યાં છે.

અવાર નવાર ખેડુતોનાં હીતની વાતો કરતી કૉંગ્રેસ જ્યારે નર્મદા નીરને અટકાવવા ચીમકી આપી છે ત્યારે કૉંગ્રેસનાં નેતાઓ કેમ ચુપ છે એ સમજાતું નથી.

ગુજરાતની જનતા જાણે જ છે કે નર્મદા ડેમ, ડેમના દરવાજા, પર્યાવરણ અને પુનઃવસનના મુદ્દાઓ ઊભા કરીને કોંગ્રેસે ગુજરાતની જીવાદોરી નર્મદાને નડતર થવાનો વારંવાર પ્રયાસ કરેલો છે.

હવે, પાણી છોડવાને મુદ્દે અને વિજળીના મુદ્દે ગુજરાત અને ગુજરાતના ખેડૂતોને હેરાન-પરેશાન કરવાનું મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર કરી રહી છે તે યોગ્ય નથી.

યુ.પી.માં બે જૂથ વચ્ચેના જમીનના ઝઘડામાં જે હત્યાઓ થઈ છે તેને ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. યુ.પી.ના મુખ્યમંત્રીશ્રી યોગીએ જે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે અને ગુનેગારોને પકડી લીધાં છે અને વધુ ઉશ્કેરાટ કે તોફાન ન થાય તે માટે 144ની કલમથી માંડીને જરૂરી કાયદાકીય પગલાં લીધાં છે. કોંગ્રેસના શ્રીમતિ પ્રિયંકા વાડ્રાને પણ પીડિત લોકોને મળવા માટેની યોગ્ય સમયે વ્યવસ્થા કરી આપી છે. હવે, કોંગ્રેસ પ્રિયંકા વાડ્રાને મુદ્દે શેનું આંદોલન કરે છે ?.

 

Leave a Response

error: Content is protected !!