વિકાસની વાત

સવાલ તમારા.. જવાબ જસ્મીનના..

154views

આપના ક્રિએટીવ સવાલોના ફની જવાબ આપશે હાસ્ય લેખક જસ્મીન ભીમાણી.. તો કોમેન્ટ બોક્સમાં પુછો કોઈ પણ સવાલ…

દા.ત.

1. દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. સાચું?

Ans – એક વસ્તુ અશક્ય છે, ગાળો બોલ્યા વગર રાજકોટના ટ્રાફિકમાં વાહન ચલાવવું.

(Keyur Shah, Morbi)

2. ચુડેલ રૂપાળી હોય જ્યારે ભૂતડો બીહામણો હોય .
આવું કેમ ?

Ans – જુઓ સ્ત્રી ચુડેલ હોય તો ય આપણે એના રૂપની ટીકા નથી કરતા. કેટલું સ્ત્રીદાક્ષણ્ય પુરુષોમાં!! ભૂતડા શું દરેક પરણિત પુરુષ બિહામણો જ હોય.

(Govindbhai Pareji, palanpur)

3. તમને નથી લાગતું કે મારા અને તમારા સિવાય તમારી શીતલીનું નામ કોઈ લે એને ભડાકે દેવા જોઈએ.

Ans – એડિટ કરી મારા શબ્દ કાઢી નાંખો ભાઈ.

(Jignesh Patadiya, Rajkot)

4. બધા પુરુષોને લગ્ન ન કરાય એવું લગ્ન પછી જ કેમ સમજાય છે?

Ans – સાહેબ તમે તરબૂચ કાપ્યા વગર એ મીઠું છે કે મોળું એ કહી શકો?

(Kshitij Dhanak, Ahmedabad)

5. જેબી, જુઓ મેં જાતે કેરીનો રસ બનાવ્યો. ટેસ્ટ કરીને કહો તો કેવો બન્યો?

Ans – હમમ… મસ્ત. મેં આવો મીઠો રસ લાઈફમાં ક્યારેય ખાધો નથી.

(Shitli, my heart)

6. આપણે શ્રધ્ધા સાથે લગ્ન કરવા છે શું કરવું?

Ans – આપણે!? શ્રધ્ધા સાથે સાગમટે માંગુ નાખવાનું છે?

(Ramku Vaja, Surat)

7. મારા લગ્ન ક્યારે થશે?

Ans – બસ કોઈ છોકરી હા પાડી દે એટલે.

(Brij Patel, Vadodara)

8. નોકરાણીને તાવ આવે તો સાહેબ કેમ ચિંતામાં પડી જાય છે?

Ans – કોઈના ઘરની પંચાત આપણે શું કામે કરવી જોઈએ. તમે આવી રીતે ચિંતામાં પડો ત્યારે અવાજ કરજો, હું રસ્તો બતાવીશ.

(Nitin Makasana, Surat)

9. જો મને તમારી સાથે પ્રેમ થઈ જાય તો??

Ans – મારી પત્નીને પૂછીને જવાબ આપું હો.

(Deepa Bhatasana, Vadodara)

10. હે જે ભાઈ… ઓલી વિમલ પાન મસાલાની જાહેરાતમાં અજય દેવગણ ✌આવી રીતે આંખમાં બતાવી ને કયે છે બોલો જુબાં કેસરી… હવે તમે મને હમજાવો દેખાડે આયખું ને કયે છે બોલો જુબાં કેસરી એમાં હું હમજવુ?

Ans – એટલું જ સમજવું કે એ ખવાય નહીં.

(Sunil Savjani, Surat)

11. તમારા લેખોથી ટાંટિયા પર કદી જોખમ આવ્યું છે?

Ans – ના, પણ અંગુઠા પર આવ્યું છે.

(Hitesh Vekariya, Surat)

12. માનો કે એક દમ “બીપી” વઈધે જ જાય વૈધેજ જાય અને ટાંકણે માપવાનું “મછીન” નો જડે તો તાત્કાલીક પગલા ભરવા કે હાથ ભરવા?

Ans – બાપુ, તમે મારુ બીપી વધારી દીધું!

(Chandrrajsinh Jadeja, Vadodara)

13. આજે તડકાનો પારો ક્યાં સુધી ઉંચો જાશે?

Ans – બહાર વરસતા સાંબેલાધાર તડકાના લીધે આજ પારો કેટલો ઊંચો ગયો એ માપ્યું નથી , સોરી.

(Bipin Siddhapura, Bhavnagar)

14. અશોક દવે થવું છે?

Ans – ના, વટથી જસ્મીન ભીમાણી થવું છે.

(Kotadiya Vijay, Rajkot)

15. હું રાજકોટ બે વર્ષ રહ્યો પછી ગામડે પાછું જવાનું થયું
લોકવાયકા મુજબ બધા કેય છે કે પહેલી વારમાં રાજકોટ કોઈને હદતુ નથી તો શું આ સાચી વાત છે?

Ans – જ્યાં સુધી બપોરે તમને સુવાની ટેવ નહીં પડે ત્યાં સુધી તમને રાજકોટ નહીં હદે બોસ. ઘેનના ટિકડા લઈ ને ય બપોરે સુતા શીખી જાવ રાજકોટ હદી જશે.

(Hitesh Yadav, Paliyad)

16. શત્રુઘ્ન ‘સિન્હા’ અને ‘જીન્હા’ વચ્ચે શો સંબંધ છે ?

Ans – બંને કોઈના બાપનું માન્યા નહીં.

(Pravin Jotva, Jamnagar)

17. એસીમાં ય વાંહો તપી જાય સે. ઉપાય બતાવસો. મા સિતલી તમારું ભલું કરે!

Ans – વાહાને છાતીએ લય લ્યો.

(શ્રી સૅમ બુદ્ધ, Rajkot)

18. અગાઉના ઝમાનામાં છોકરીયુને ખીલની સમસ્યા હતી, પણ હવે એ સમસ્યા કેમ નથી રહી ??

Ans – પહેલાના જમાનામાં મોબાઈલ નહોતા તો મોબાઈલના ફિલ્ટર ક્યાંથી હોય? માટે સાબિત થાય છે કે….

(Bhavesh Mandalia, Jamnagar)

19. આજ રવિવારની બપોરની રસોઈ થઈ ગઈ, સાંજે શું બનાવું?

Ans – રવિવારે સાંજની રસોઈનું પૂછતી પત્ની ખરેખર પૂજનીય છે….તમને પાય લાગુ મેડમ.

(Shilpa Khoja, Daman)

20. ગલફેન ખોવાઈ ગઈ સે..જડતી જ નથી સુ કરવું..?🙄😒
જન્મ્યો ત્યાર થી હો…🙄

Ans – “પ્રેમ કોઈ દિવસ કરશો નહીં.” આવું હીર અને રાંઝા બંને એ ફેસબુકના ઇન્ટ્રોમાં લખ્યું છે! જોઈ લેવું.

(આકાશ પટેલ, Surat)

error: Content is protected !!