વિકાસની વાત

સવાલ તમારા જવાબ જસ્મીનના..

234views

1. હમણાં હમણાં તમે રૂપાળા થઈ ગયા છો, કઈ ટ્યુબ લગાડો છો?

Ans – સોફ્રામાઇસીન

(Dr. Shantanu Jivani, Rajkot)

2. ઈચ્છા અને આશા વચ્ચે શું ફર્ક?

Ans – બંનેના ફોટા દેખાડો તો કહી શકું.

(Milan Trivedi, Ahmedabad)

3. આ મોબાઇલમાં ક્યાં વિટામિન આવતા હશે

Ans – Vitamin F

(Bharat Madka, Palanpur)

4. એક ભાઈના ઘરવાળા એટલા પાતળા સે….એટલા પાતળા સે કે.. ઈ ભાઈને એક દી રોટલીમાંથી તાર નીકળવાને બદલે આખી બાયડી જ રોટલામાથી નીહરી….
પોબલમ ઇ ભાય નો સે કે એની બાય્ડી ને તાજીમાજી બનાવી સે..તો ઇ બાઈ હુ ખાય તો જલ્દી તાજી થઈ જાય…?

Ans – ભાઈનું માથું.

(Himmat chhayani, jasdan)

5. લગ્ન કરવા છે કરાય કે નહીં?

Ans – તમે આવો સવાલ પૂછી ભીમાણી સરનેમનું નામ લજવ્યું. લગ્ન કરી જ નાંખો, ભીમાણી લોકોને ક્યારેય નુકશાન જતું નથી. જે નુકશાન છે એ સામેવાળી પાર્ટીને જ છે.
(Mayur Bhimani, Navsari)

6. કોણ આવશે?

Ans – મારા હાઢુભાઈ આવવાનું કેતા હતા સાંજે.

(Lata Trivedi, Ahmedabad)

7. ‘ચુડેલ’ના વાળ ખુલ્લા કેમ હોય છે? 😜

Ans – શેમ્પુ કરીને આવી હોય એટલે. મેં તો ઘણી ચુડેલને તેલ નાંખીને અંબોળામાં ય જોઈ છે.

(Satya Oza, Limbdi)

8. આ શીતલી કોણ છે?

Ans – ગુડ કવેશ્ચન, ઈનફેક્ટ વેરી ગુડ કવેશ્ચન. ટીચરજી અમુક સવાલ તમે નાપાસ કરો તો ય તોફાની સ્ટુડન્ટ એનો જવાબ ન આપતા હોય.

(Radhika Dhamecha, Jamnagar)

9. તમે કોઈ દિવસ પ્રેમ કર્યો છે?

Ans – ના, કોઈના દિલ સાથે રમવા કરતા હું કેન્ડી ક્રસ રમવું વધું પસંદ કરીશ.

(Miral Vadhavana, Ahmedabad)

10. નવરાની વ્યાખ્યા શું ?

Ans – આવા સવાલ પૂછે અને તેનો જવાબ આપે એ બેય નવરા.

(Devanshu Pandit, Ahmedabad)

11. દિશા પટ્ટણીમા ગોઠવવું સે… એના બાપાને મારી વાત કરશો ?

Ans – એ જેવા કપડાં પહેરે છે, જેવી એની લાઈફ સ્ટાઇલ છે એ તમારા ફેમેલીમાં મંજુર હોય તો હું અબ ઘડી વાત કરું. ગોટલા વગરની કેરી ન શોધો. માબાપ કહે ત્યાં પરણી જાવ.

(Akash Patel, Surat)

12. તમે લોકોનું લોહીને બદલે પાણી પીવાનું કયારે શરૂ કરવાના છો?

Ans – રાજકોટના નળમાં પૂરતું પાણી આવવા લાગે ત્યારે.

(Matu Sojitra, Surat)

13. મને ક્યારેય સવાલો પૂછવાની આદત નથી …આ લક્ષણ ડફોળનું કે અલગારીનું?

Ans – નાગરોનું.

(Jyoti Mankad Thaker, Jamnagar)

14. સલમાનના લગ્ન ક્યારે થશે?

Ans – એની જાનમાં બિંગલ-વાજા વગાડવાનો કોન્ટ્રાક્ટ મળવાનો હોય એવી આતુરતાથી તમે પૂછો છો. એને મજા આવશે ત્યારે કરશે. આપણે શું.

(Manish Joshi, Jamnagar)

15. તમે માટલાને પૂછો કે તું આટલી ગરમીમાં આટલું ઠંડુ પાણી કઈ રીતે આપી શકે છે? તો માટલું શું જવાબ આપે.

Ans – તડકે પડેલી મારી બાઈકની સીટ જે જવાબ આપે એ જ જવાબ માટલું આપે.

(Suraj Suraj, Rajkot)

16. અહીંયા સવાલ ન પૂછીએ તો ચાલે?

Ans – તમે ઘેર પૂછી શકતા હો તો અહીં ન પૂછો તો ચાલે.

(Sandip Patel, Vadodara)

17. તમને લગ્ન જીવનના બનેલા કાયદાઓ યોગ્ય લાગે છે?

Ans – બસ એક કાયદો ઉમેરવા જેવો લાગે છે કે પત્નીએ અઠવાડિયામાં એકવાર પતિનું કહ્યું કરવું પડશે.

(Hitesh Yadav, Paliyad)

18.  ક્રિએટિવિટી ચીસો પાડી પાડી ને કહે તો ય કોઈ ન સાંભળે તો શું કરવું?

Ans – તપાસ કરો ક્રિએટિવિટી બહેરા માણસો પાસે ચીસો પાડતી હશે.

(Paras Vaghela, Rajkot)

 

error: Content is protected !!