રાજનીતિ

વીમા કંપનીઓ સાથે સંબંધિત ફરિયાદોનો ઉકેલ સરળતાથી આવશે, મોદી સરકારની સુગમ પહેલ

87views

ફરી એકવાર મોદી સરકાર વીમા કંપનીઓની ફરિયાદોનો ઉકેલ લાવવાં માટે એક વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચનાના માધ્યમથી 11મી નવેમ્બર 1998ના રોજ વીમા લોકપાલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. વીમા લોકપાલ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે બનાવવામાં આવેલી વીમા નિયંત્રણ પરિષદ (ગવર્નિંગ બોડી ઓફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ – જી.બી.આઇ.સી.)ના પ્રથમ અધ્યક્ષ ભારતીય જીવન વીમા નિગમના અધ્યક્ષને બનાવવામાં આવ્યાં હતા. આ વીમા લોકપાલ વ્યવસ્થાનો ઉદ્દેશ હતો કે વીમા કંપનીઓ દ્વારા દાવા સાથે સંબંધિત ફરિયાદોનો ઉકેલ સરળતાથી, ઝડપથી અને નિષ્પક્ષ રીતે કરવામાં આવી શકે.

સમગ્ર દેશમાં વીમા લોકપાલ કાર્યાલયો અને વીમાકર્તાઓના કાર્યકારી પરિષદ કાર્યાલય, મુંબઇ દ્વારા 11 નવેમ્બર, 2011ના દિવસને વીમા સંબંધિત ફરિયાદોની નિઃશુલ્ક અને ઝડપી પતાવટની વ્યવસ્થા પ્રત્યે જાગૃતિ પેદા કરવા માટે “વીમા લોકપાલ દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

વર્તમાનમાં વીમા લોકપાલના કાર્યાલય નીચે જણાવેલી 17 જગ્યાઓ ઉપર કાર્યરત છે

અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદિગઢ, ચેન્નાઇ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોચી, કોલકાતા, લખનઉ, મુંબઇ, નોઇડા, પટના અને પૂણે.

વીમા લોકપાલ સમક્ષ વીમા સંબંધિત ફરિયાદ કરવા માટે કોઇ પણ ફી ચૂકવવાની જરૂર નથી.

વર્ષ 2017માં આ વિષય ઉપર ભારત સરકાર દ્વારા નવા નિયમ બહાર પાડવામાં આવ્યાં છે જેને ‘વીમા લોકપાલ નિયમ 2017’ કહેવામાં આવે છે.

વીમા લોકપાલ કાર્યાલયોની વહીવટી વ્યવસ્થાના ઉદ્દેશથી વીમાકર્તાઓની કાર્યકારી પરિષદ (જે અગાઉ જી.બી.આઇ.સી. તરીકે ઓળખવામાં આવતી હતી)ની સ્થાપના કરવામાં આવી છે. આ પરિષદને વીમા લોકપાલની નિમણૂંક કરવા નવા વીમા લોકપાલ કાર્યાલયોની સ્થાપના કરવા અને લોકપાલોનું ક્ષેત્રાધિકાર નિર્ધારિત કરવાનો પણ અધિકાર છે.

Leave a Response

error: Content is protected !!