રાજનીતિ

કોંગ્રેસ હંમેશા ચીનને મજા આવે તેવું નિદેવન આપે છે. શા માટે કોંગ્રેસનું વલણ ચીન તરફી છે ?

699views

કોંગ્રેસનાં ચીન તરફી વલણ પાછળ ચીની સામ્યવાદીઓ સાથેના એમ.ઓ.યુ. જવાબદાર છે

ગાંધી પરિવાર – કોંગ્રેસને ચીન સાથે છે ગાઢ સંબંધો : જાણો શું કામ હંમેશાથી કોંગ્રેસનું વલણ ચીન તરફી રહ્યું છે

રાહુલ ગાંધીએ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જેવા કરાર કર્યા છે એવા જ કરાર નેપાળી સામ્યવાદીઓએ પણ ચીન સાથે કર્યા છે!

તાજેતરમાં લોકસભામાં કોંગ્રેસનાં વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરીને ચીન વિરુદ્ધની ટ્વીટ ડિલીટ કરી દેવી પડી હતી જેમાં તેણે બીજિંગને સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. એવું કહેવામાં આવે છે કે ચૌધરીને કોંગ્રેસના એક નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: ‘મેડમ ટ્વીટથી ગુસ્સે છે. તેને ડિલીટ કરો.’ ચૌધરીએ ટ્વીટ ડિલીટ કર્યા પછી, રાજ્યસભાના સાંસદ આનંદ શર્માએ ટ્વીટ કર્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારત અને ચીન વચ્ચેની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને માન્યતા તેમજ મહત્વ આપે છે. આમ, વર્ષોથી ગાંધી પરિવાર માટે દેશહિત કરતા પણ સ્વયં અને ચીનનું હિત વધુ મહત્વપૂર્ણ રહ્યું છે. કોંગ્રેસ શા માટે ચીન તરફી વલણ અપનાવી રહી છે? જવાબ છે – ૭ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે વિવિધ સ્તરે વિનિમયને પ્રોત્સાહન આપવા એક દુર્લભ અને નિર્ણાયક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

રાહુલ ગાંધીએ બીજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે સોનિયા ગાંધી અને ત્યારબાદ ચીનના ઉપરાષ્ટ્રપતિ શી જિનીપિંગની હાજરીમાં સીપીસીના આંતરરાષ્ટ્રીય વિભાગમાં પ્રધાન વાંગ જિયા રુઇ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કોંગ્રેસ જેવા રાજકીય પક્ષને બીજા દેશના રાજકીય પક્ષ સાથે કેમ ‘ગાઢ સંબંધો’ છે, એ આ પરથી સ્પષ્ટ થાય છે. ગાંધી પરિવાર – કોંગ્રેસ અંદરખાને ચીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી પોતાનો ફાયદો કરી રહી રહ્યાં છે. કોંગ્રેસે સતત ચીની સરકાર સાથે પોતાના સંબંધોને આગળ વધારી રહી છે. જુલાઈ ૨૦૧૭માં જ્યારે ચીન અને ભારત વચ્ચે ડોકલામ વિવાદ થયો ત્યારે રાહુલ ગાંધીએ ગુપ્ત રીતે ચીનના રાજદૂત લ્યુઓ ઝાહોઈ સાથે મુલાકાત કરી હતી. શરૂઆતમાં તેણે ચીની પક્ષ અને ચીનના રાજદૂત મળ્યા હોવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ મીડિયાના દબાણથી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ રાજદૂતને મળ્યા.

રસપ્રદ વાત એ છે કે, આ સત્ય સ્વીકારતા પહેલા, સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે રાહુલને ઝાહોઈને મળવાના ખોટા સમાચાર સરકારી એજન્સીઓ અને ભક્ત ચેનલો દ્વારા પ્રસિદ્ધ કરાયા છે. પાછળથી સત્ય છાપરે ચઢી પોકાર્યું હતું અને રાહુલ – કોંગ્રેસની પોલ પણ છતી થઈ હતી. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ નેપાળ અને ચીનના શાસક સામ્યવાદી પક્ષોએ બંને પક્ષો વચ્ચે બંધુત્વ સંબંધો સ્થાપિત કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા. આ એમઓયુમાં બંને પક્ષો વચ્ચેની ઉચ્ચ-સ્તરની મુલાકાતો, સામ્યવાદી વિચારધારા, અનુભવો અને તાલીમ વહેંચણી અને વિકાસના નમૂનાઓ વહેંચવાનો ઉલ્લેખ છે. ઘણા નિરીક્ષકો કહે છે કે, નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી નેપાળમાં ચીની રાજદૂતના પ્યાદા છે. નેપાળ સરકાર ચીન ચલાવી રહ્યું છે ઉપરાંત આ એ જ એમઓયુ જે એમઓયુ ૭ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે કર્યા હતા. અલબત્ત ચીન, નેપાળનાં પાકિસ્તાન સાથેનાં અંદરોઅંદર શું સંબંધો છે એ પણ જગજાહેર બાબત છે ત્યારે ભારતનાં પાડોશી દેશ ચીન, નેપાળ, પાકિસ્તાન અને કોંગ્રેસ પક્ષ એક થઈ દેશને અંદર-બહારથી નુકસાન પહોચાડવા મેદાને આવ્યા છે.

Leave a Response

error: Content is protected !!