રાજનીતિ

“દારૂમુક્ત ગુજરાત”માં દારૂની પરમિટ માંગી કોંગ્રેસના નેતાઓએ કરી નફ્ફટાઈ

124views

રૂપાણી સરકાર દ્વારા રાજ્યમાં દારૂની બદીને ડાંમવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગઢે વિપક્ષના નેતા વશરામ સાગઠિયા પર આરોપ લગાવ્યો છે કે, વશરામે દારૂની પરમિટ માંગી હતી જે ન અપાતા તે રાજકોટના રોગચાળાના મુદ્દાને ચગાવી રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગઢ આ મુદ્દે કહ્યું કે, વસરામ સાગઠિયા દારૂની પરમીટ માગી હતી. એક સાથે 6 દારૂની પરમિટ વસરામ સાગઠિયાએ મૂકી છે. અને દારૂની પરમીટ મંજૂર ન થતા વસરામ સાગઠિયા હોસ્પિટલોમાં હોબાળો કરી રહ્યાં છે.

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધીનો કાયદો અમલમાં છે, સરકારી પરમિટ વગર દારૂ પીનાર અને વેચનાર સામે રાજ્ય સરકાર કાયદાકીય પગલાં લઈ રહી છે. વસરામ સાગઠિયા પર લાગેલા આરોપોને પગલે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, વશરામ સાગઠિયાએ કોના માટે દારૂની પરમીટ માંગી હશે અને આ પરમિટ શા કરણોસર માંગવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!