રાજનીતિ

વાહ રે… કોરોનાકાળમાં ગુજરાતની સેવા કરવાને બદલે ફાર્મ હાઉસમાં મજા લેતા કોંગ્રેસના ‘જનસેવક’ ધારાસભ્ય

771views

આજે કોંગ્રેસના સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને ધારી લઈ જવાશે. જો કે પહેલા આ ધારાભ્યોને રાજસ્થાન લઈ જવાના હતા. પરંતુ હવે આ ધારાસભ્યોને પરેશ ધાનાણીના હોમટાઉન અમરેલી ખાતે લાવવામાં આવશે. આ ધારાસભ્યો ધારીના ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવી શકે છે. તો કોંગ્રેસના ધારાસભ્યો ગઢડામાં વિરોધ કરશે. 

  • જનપ્રતિનીધી તરીકે ધારાસભ્યોએ સેવા કરવી જોઈએ તેના બદલે ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં મજા માણતા કોંગ્રેસના ધારાસભ્યો
  • રાજ્યમાં ભલે કોરોનાકાળ ચાલતો હોય પણ કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે.
  • જ્યારે જ્યારે ગુજરાતમાં મુશ્કેલી હોય છે ત્યારે લોકોની સેવા કરવાને બદલે રીસોર્ટ કે ફાર્મ હાઉમાં કોંગ્રેસ જોવા મળે છે.
  • શું ખરેખર કોંગ્રેસને લોકોની ચિંતા છે કે બસ સત્તાની જ પડી છે.

રાજકોટ રિસોર્ટમાં રહેલ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો આજે ગઢડા જશે. ગઢડાના ધારાસભ્યએ રાજીનામા આપ્યા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા જઈ લોકોનો અભિપ્રાય લેશે રાજીનામું આપનાર ધારાસભ્યનો વિરોધ કરે તેવી પણ સંભાવના સેવવામાં આવી રહી છે. રાજીનામુ આપેલા ધારાસભ્યોના મત વિસ્તારમાં ફરીને લોકોના મિજાજ જાણશે. કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા અને ધારીના લોકોનો અભિપ્રાય લેશે. રાજકોટથી ગઢડા બાદ કોંગી MLA ધારી જશે. રાજીનામુ આપનાર ધારાસભ્યનો વિરોધ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે

Leave a Response

error: Content is protected !!