Corona Update

કોંગ્રેસ ડાબેરી મીડિયા ઝેર ફેલાવી રહ્યા છે, મોદી સરકાર શ્રમિકોને વિનામુલ્યે વતન પહોંચાડે છે એ પણ ભોજન પાણીની વ્યવસ્થા સાથે

210views

PM મોદી સરકાર વિનામૂલ્યે કામદારો – શ્રમિકોને તેમના વતન પહોંચાડવા ઉપરાંત મુસાફરી દરમિયાન મફતમાં ભોજન – પાણીની સુવિધા પણ આપી રહી છે

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ ડાબેરી મીડિયા સાથે મળી દેશમાં જૂઠ-ઝેર ફેલાવી રહ્યા છે

રેલવે ટિકિટનું બુકીંગ જ બંધ છે તો પૈસા ક્યાં અને કેવી રીતે વસૂલાય છે? 

ભારતીય રેલવે કામદારોને – શ્રમિકોને ઘરે મોકલવા માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. સોનિયા ગાંધી – કોંગ્રેસે ટ્રેન મારફતે વતન જનારા મજૂરોનું ભાડું ઉપાડવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારો પહેલેથી જ વિનામૂલ્યે લોકોની વતન વાપસી કરાવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી કોનું ભાડું આપશે? ગરીબ-મજૂરોનાં નામે રાજકારણ કરવાની કોંગ્રેસની ગંદી માનસિકતા હજી ગઈ નથી!

કોંગ્રેસે હવે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પર રાજકારણ શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાને પગલે ભારતીય રેલવેએ બધા રાજ્યોમાં ફસાયેલા કામદારો અને વિદ્યાર્થીઓને તેમના વતન પરત મોકલવા માટે વિશેષ ટ્રેનો ગોઠવી છે. કોંગ્રેસનું કહેવું છે કે અમારી પાર્ટી તે કામદારોના રેલવે ભાડા આપશે. જે ભાડું પહેલેથી જ મફત છે તે ભાડું આપવાની વાત સોનિયા ગાંધીએ કરી ગરીબોની મશ્કરી કરી રહી છે અને એ કામમાં તેને સાથ ડાબેરી મીડિયા આપી રહ્યું છે.

કોંગ્રેસ પાર્ટીનાં સત્તાવાર ટ્વિટર પરથી જણાવાયુ છે કે, રાજ્યની કોંગ્રેસ સમિતિનું દરેક એકમ દરેક જરૂરિયાતમંદ મજૂર અને કામદારને ઘરે પરત ફરવા માટે ટ્રેનની મુસાફરીનો ખર્ચ ઉપાડશે અને આ અંગે જરૂરી પગલાં લેશે. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે સરકાર આ કામ કરતા લોકો પાસેથી ભાડું વસૂલી રહી છે. કોંગ્રેસે આ ઘટનાની સરખામણી 1947માં થયેલા દેશના ભાગલા સાથે કરી દીધી અને કહ્યું કે પગપાળા ઘરે પરત ફરતા કામદારોને જોઈને લાગે છે કે એવી જ સ્થિતિ આવી ગઈ છે.

સરકાર દ્વારા કામદારો માટે ટ્રેનો ચલાવવાની જાહેરાત કર્યા પછી ‘ધ હિંદુ’માં છપાયેલા એક ખોટા સમાચારના આધારે પત્રકાર રોહિણી સિંહ અને ડાબેરી નેતા સીતારામ યેચુરી સહિતના રવીશ કુમાર જેવા ડાબેરીઓએ સરકાર ટ્રેનમાં ભાડું વસૂલવામાં આવતું હોવાની અફવા ફેલાવી હતી જે ભ્રામક અને ખોટી છે. શરૂઆતમાં થોડી આશંકા હતી પરંતુ જ્યારે શિવરાજસિંહ ચૌહાણ અને અન્ય મુખ્યમંત્રીઓએ સ્પષ્ટતા કરી કે રાજ્ય સરકારો ખર્ચ ઉપાડશે તો પણ તેમનો ખોટો પ્રચાર ચાલુ રહ્યો. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ તો પૂછી લીધુ હતુ કે મજૂરોનું ભાડું રાજ્યો પર કેમ લાદવામાં આવી રહ્યું છે? આ અંગે કોંગ્રેસનું શું કહેવું છે?

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે (3 મે, 2020ના) જ સ્પષ્ટ કરી દીધું હતું કે કામદારોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અન્ય રાજ્યોની વિશેષ ટ્રેન તેમને પાછા લાવવા માટે તૈયાર છે. અને આ સંદર્ભે રાજ્ય અને કેન્દ્ર સરકાર રેલવે મંત્રાલય સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભાડું પણ રાજ્ય સરકાર ઉપાડશે. આમ હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટી ભાડું ઉપાડવાની વાત કરી રહી છે! આ પાછળની ગંદી રાજનીતિ સમજી શકાય તેમ છે.

રેલ્વેએ ટ્વીટ દ્વારા સ્પષ્ટ કહ્યુ છે કે ટિકિટ ખરીદવા માટે કોઈએ સ્ટેશન પર આવવાની જરૂર નથી, કારણ કે તે લોકો જ મુસાફરી કરી શકશે, જેને રાજ્ય સરકારોએ પસંદ કર્યા છે. આ સાથે જ રાજ્ય સરકારો તેમના સંપૂર્ણ ભાડા અને ખોરાક અને પાણી માટે પણ ખર્ચ કરી રહી છે. ટિકિટનું વેચાણ ચાલુ જ નથી, તો મજૂરો પાસેથી ભાડું વસૂલવાની વાત ક્યાંથી આવી? રેલવેએ એવા મુસાફરોને પણ સ્ટેશને આવવા પર પ્રતિબંધિત કરી દીધા છે જેમને રાજ્ય સરકારો દ્વારા પાછા લાવવામાં આવતા નથી.

રાહુલ ગાંધીએ પણ જુઠ્ઠાણું ફેલાવ્યુ છે. તેણે દાવો કર્યો હતો કે એક તરફ રેલવે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂરો પાસેથી ટિકિટના ભાડા લે છે, બીજી તરફ રેલ્વે મંત્રાલય પીએમ કેર ફંડમાં રૂ .151 કરોડનું દાન આપી રહ્યું છે. જો રેલવેએ દેશના હિતમાં કોરોના સામે લડવા માટે નાણાકીય સહાય પૂરી પાડી છે, તો તે સારી બાબત છે. રેલવેએ તે રૂપિયા ક્યાંથી આપ્યા? કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ અને રાજ્યમંત્રી સુરેશ આંગડીએ એક મહિનાનો પગાર દાનમાં આપ્યો, જ્યારે રેલવેના પીએસયુના ૧૩ લાખ કર્મચારીઓએ પોતપોતાનો એક દિવસનો પગાર દાનમાં આપ્યો. આ બધા મળીને 151 કરોડની રકમ થઈ હતી.

શું રાહુલ ગાંધી એવું ઈચ્છે છે કે રેલવેનાં કર્મચારીઓ પોતાના રૂપિયાથી એ બધુ કરે જે કોંગ્રેસ પાર્ટી તેમના પૈસાથી ઇચ્છે છે? તેમણે તો રેલવે કર્મચારીઓ પર જ સવાલ ઊભો કર્યો કે તેઓએ પીએમ કેર્સને કેમ દાન આપ્યું? આ રીતે રાહુલ ગાંધીએ એક સાથે બે જુઠ્ઠાણા ફેલાવ્યા – એક મજૂરો વિશે અને બીજું રેલવે દ્વારા પીએમ કેર્સને દાન આપ્યું. કોંગ્રેસે સમગ્ર માર્ગદર્શિકા અને નિર્ણયની રાહ જોયા વિના હંગામો શરૂ કર્યો છે જે તદ્દન ગેરવ્યાજબી અને ગેરમાર્ગે દોરનારો છે. કોરોના વાયરસની મહામારીનાં સમયમાં પણ કોંગ્રેસ દેશમાં જૂઠ-ઝેર ફેલાવી પોતાના રાજકીય રોટલા સેકી રહી હોવાનો આ પુરાવો છે.

Leave a Response

error: Content is protected !!