રાજનીતિ

નહેરુ મેમોરિયલ અને લાયબ્રેરી સોસાયટીનું પુનર્રચનામાં કોંગ્રેસ બની ઇતિહાસ,BJPના નેતાઓની શાહી એન્ટ્રી

128views

સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નેહરૂ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાયબ્રેરીને સંપૂર્ણ રીતે કોંગ્રેસ મુક્ત કરી દેવામાં આવી છે. કેન્દ્ર દ્વારા મેમોરિયલના નવા સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સાંસ્કૃતિક મંત્રાલયે નેહરૂ મેમોરિયલ અને લાયબ્રેરી (NMML) સોસાયટીનું પુનર્રચના કરી છે.

 

નેહરૂ મ્યૂઝિમ સોસાયટીમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેમના સ્થાને BJPના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની એન્ટ્રી થઈ છે.

 

 

 

કોંગ્રેસ નેતાઓના સ્થાને ભાજપના ક્યાં નેતાઓની એન્ટ્રીઃ

નેહરૂ મ્યૂઝિયમ સોસાયટીમાંથી કોંગ્રેસના નેતા કરણ સિંહ અને જયરામ રમેશને ,મલ્લિકાર્જૂન ખડગે, બહારનો રસ્તો દેખાડી દીધો છે. તેમના સ્થાને BJPના અનિર્બન ગાંગૂલી, ગીતકાર પ્રસૂન જોષી તેમજ પત્રકાર રજત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી આ સોસાયટીના અધ્યક્ષઃ

નેહરૂ મેમોરિયલ મ્યૂઝિયમ અને લાયબ્રેરી દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂની યાદમાં બનાવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સોસાયટીના અધ્યક્ષ છે. આ સોસાયટીના ઉપાધ્યક્ષ રાજનાથ સિંહ છે, જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સોસાયટીના સભ્ય છે. જોકે, આટલા વર્ષોમાં BJP સતત જુદા જુદા મુદ્દાને લઈને નેહરૂ અને તેમની વિરાસતને લઈને ઘણાં શાબ્દિક હુમલાઓ કરી ચકી છે.

નહેરુ મેમોરિયલમાંથી કોંગ્રેસના ત્રણ સભ્યોને કાઢીને BJPના સમર્થનમાં રહેલા સભ્યોને મૂકવામાં આવતા રાજકારણમાં ગરમાટો આવવાની સંભાવના છે, કારણ કે આ પહેલી વખત થયું છે જ્યારે નહેરુ મેમોરિયલમાંથી મૂળ કોંગ્રેસી નેતાઓનો જ સફાયો કરી દેવામાં આવ્યો છે. 

Leave a Response

error: Content is protected !!