Corona Update

કોંગ્રેસે કર્યુ બુદ્ધિનું પ્રદર્શન, ગુજરાતમાં કોરોના ફેલાવવા માટે નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ પર પાયાવિહોણા આરોપ મુક્યા

982views
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તબલીગીને બચાવ્યા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ  નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ પર આરોપ મુક્યા. આ ભારતને બદનામ કરવાની ક્રોનોલોજી સમજો
  • કોંગ્રેસનો ધડ-માથા વગરનો આરોપ
  • ◆ કોંગ્રેસે ‘નમસ્તે ટ્રમ્પ’ ઇવેન્ટને ગુજરાતમાં કોરોના વાઇરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવ્યું
    ◆ નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ 24 ફેબ્રુઆરીના દિવસે હતી
    ◆ ગુજરાતમાં પ્રથમ કેસ 19 માર્ચના નોંધાયો જે સાઉદી અરેબિયાનો હતો
    ◆ કોરોનાના લક્ષણ દેખાતા 10થી 14 દિવસ થાય છે પણ ગુજરાતમાં 23 દિવસ પછી કોરોનાનો કેસ આવ્યો.
    ◆ કોંગ્રેસે બસ ભારતને બદનામ કરવા દિવસ ગણ્યા વિના આરોપ મુક્યા

કોંગ્રેસ ભારતને બદનામ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે અને ગમે તે ખોટુ પણ બોવી શકે. હવે કોંગ્રેસને વિરોધનો એક પણ મુદ્દો ના મળતા નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને  નિશાનો બનાવ્યો છે. મુળ વાત એ છે કે કોંગ્રેસને મોદીની વાહ વાહી ગમતી નથી.

નમસ્તે ટ્રમ્પ અને કોરોના વાઈરસને કોઈ કનેક્શન નથી તે લુડો રમતા નાના છોકારને પણ સમજાય જાય, આ કોંગ્રેસને નહિ સમજાય 

કોરોના વાઈરસનો પ્રથમ કેસ ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટના 23 દિવસ પછી આવ્યો અને એ પણ સાઉદી અરેબિયાથી આવેલો વ્યક્તિ હતો. આ વ્યક્તિ રાજકોટનો હતો અને વિદેશથી આવ્યો હતો. જેને અમેરિકા અને નમસ્તે ટ્ર્મ્પ ઈવેન્ટથી કોઈ જ લેવા દેવા નથી. આ વસ્તુ સાવ સામાન્ય છે પણ કોંગ્રેસને આ વાત ગળે નહિ ઉતરે કારણ કે કોંગ્રેસ પાસે હવે વિરોધ કરવાનો પણ મોકો રહ્યો નથી. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખુબ સારુ કામ કરી રહી છે જેના વખાણ દેશ-વિદેશમાં થઈ રહ્યા છે. દુનિયાના લોકો મોદીના વખાણ કરે એ કોંગ્રેસને ક્યાંથી પચે ?

 

Leave a Response

error: Content is protected !!