રાજનીતિ

કોંગ્રેસે ગરીબી હટાવવાની વાતો કરી પરંતુ હટાવ્યા માત્ર ગરીબોને: કેન્દ્રિય ગૃહ અમિત શાહ

123views

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજ રોજ તેમણે ગાંધીનગર ખાતે આયુષમાન ભારત યોજના, ઉજ્વલા યોજના લાભાર્થીઓને ગેસ કીટ અર્પણ તથા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ચાવી અર્પણ કરી હતી.

આ લોક સંબોધન દરમ્યાન તેમણે કોંગેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે વાતો ગરીબી હટાવવાની કરી પરંતુ હટાવ્યા માત્ર ગરીબો ને જ, જયારે સાચા અર્થમાં ગરીબી હટાવવાની શરૂઆત મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે.

શાહે કહ્યુ કે, ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ વિતરણ અને સ્વચ્છ ભારત યોજના અંતર્ગત શૌચાલયોના નિર્માણથી ગરીબ પરિવારોના સ્વાસ્થ્યમાં 70 ટકા જેટલો સુધારો આવ્યો છે. સાથે જ કહ્યું કે,  ગાંધી 150 દુનિયા માટે મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે, દુનિયાની અનેક સમસ્યાઓનુ સમાધાન આજે પણ ગાંધી વિચારમાં રહેલું છે. મોદી સરકારે ગાંધી 150 ને એક કાર્યક્રમ તરીકે લીધો છે. જેમાં સૌથી મોટું કામ સ્વચ્છતાનું હાથમાં લીધું છે.

Leave a Response

error: Content is protected !!