Corona Update

કોંગ્રેસના જૂઠ્ઠા આક્ષેપો સામે ભરત પંડ્યાનો જવાબ, “કોંગ્રેસ આખી વિદેશી નેતૃત્વનાં વેન્ટીલેટર પર છે.”

615views

ધમણ-૧ વેન્ટીલેટર પર કોંગ્રેસ જ્યારે છીછરી રાજનીતિ કરી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રસેને સણસણતો જવાબ આપી દીધો છે.

કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિવાદ, ઉશ્કેરાટ, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાત કે દેશની જનતા તેને કયારેય સમર્થન આપ્યું નથી. *
આમ તો,“કોંગ્રેસ આખી પાર્ટી જ વિદેશી નેતૃત્વના વેન્ટીલેટર પર છે.” – ભરત પંડયા

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ જવાબ આપ્યો છે અને સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિગતવાર મિડીયા સમક્ષ સત્ય હક્કિતો રજૂ કરી છે.
સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે. – ભરત પંડયા *

કોંગ્રેસે જનસેવા અને દેશસેવા કરનારા લોકોનું અને કોરોના વોરીયર્સનું સન્માન કરવું જોઈએ. સન્માન ન કરે તો કાંઈ નહીં પણ બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
આ પ્રકારના આક્ષેપો કરવા પાછળ કોંગ્રેસનો ઈરાદો શું છે. ?
શું કોંગ્રેસને LOCALને VOCAL બનાવવાની સામે વિરોધ છે ?.

શું કોંગ્રેસ સ્વદેશી ઉત્પાદનકારો અને આત્મનિર્ભરતાના વિચારો અને એકશનની વિરૂદ્ધમાં છે ?- ભરત પંડયા

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ધમણ-૧ વેન્ટીલેટર્સ સંદર્ભમાં સરકાર સામે કોંગ્રેસ જૂઠા આક્ષેપો સામેનો જવાબ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે અને સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિગતવાર મિડીયા સમક્ષ સત્ય હક્કિતો રજૂ કરી છે. કોંગ્રેસના આ આક્ષેપો બેબૂનિયાદ છે. સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે. કોંગ્રેસના જૂઠ્ઠા આક્ષેપોને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટર્સની તીવ્ર અછત છે. હમણાં જ અમેરીકાના પ્રમુખશ્રી ડોનાલ્ડ ટ્રમ્પે 200 વેન્ટીલેટર્સ ભારતને આપવાની વાત કરી છે. ગુજરાતની એક જયોતિ કંપનીએ કોરોનાના દર્દી માટે 866 વેન્ટીલેટર્સ વિના મુલ્યે આપીને ‘જનસેવા’ અને ‘દેશસેવા’નું ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યાં હોય ત્યારે તેમાં વિવાદ ન હોવો જોઈએ. આ કંપનીને તેના વેન્ટીલેટરને ભારત સરકારની ત્રણ અધિકૃત કંપનીઓ (1) NABL (નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ) (2) EQDC (ઇલેક્ટ્રોનિક એન્ડ ક્વૉલિટી ડેવલપમેન્ટ સેન્ટર) (3) IEC (ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન) દ્વારા ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણીત કરીને સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે. ત્યારે કોંગ્રેસના આરોપો પાયાવિહોણા છે.

ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પોંડીચેરીની સરકાર દ્વારા પણ 25 વેન્ટીલેટર્સના ઓર્ડર આપ્યાં છે, મહારાષ્ટ્ર સરકાર માટે પણ એક ખાનગી દાતાએ 25 વેન્ટીલેટર્સ માટે ઓર્ડર આપ્યાં છે. ભારત સરકારના HAL life care લી. દ્વારા આ કંપનીને 5000 વેન્ટીલેટરનો ઓર્ડર મળ્યો છે. કોંગ્રેસને આમાં શું વિવાદ લાગે છે ? કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમોમાં હંમેશા જનહિત અને દેશહિત વિરોધી હોય છે. કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિવાદ, ઉશ્કેરાટ, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાત કે દેશની જનતા તેને કયારેય સમર્થન આપ્યું નથી. એટલે “કોંગ્રેસ આખી પાર્ટી જ વેન્ટીલેટર પર છે.” આ પ્રકારના આક્ષેપો કરવા પાછળ કોંગ્રેસનો ઈરાદો શું છે. ? LOCALને VOCAL બનાવવાની સામે વિરોધ છે ? શું કોંગ્રેસ સ્વદેશી ઉત્પાદનકારો અને આત્મનિર્ભરતાના વિચારો અને એકશનની વિરૂદ્ધમાં છે ? શું કોંગ્રેસ ગુજરાતના ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવા માંગે છે ? કોંગ્રેસે જનસેવા અને દેશસેવા કરનારા લોકોનું અને કોરોના વોરીયર્સનું સન્માન કરવું જોઈએ અને સન્માન ન કરે તો કાંઈ નહીં પણ કોંગ્રેસે તેઓને બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

Leave a Response

error: Content is protected !!