રાજનીતિ

પોલીસકર્મીઓના નામે રાજકીય રોટલા શેકતી કોંગ્રેસ, ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર ખુલ્લુ પડ્યુ

1.01Kviews

કોંગ્રેસનું આ પહેલી વાર નથી કે તે કોઈના કોઈ રીતે ગુજરાતને બદનામ કરે છે. હવે કોંગ્રેસ પોલીસકર્મીઓને નિશાને બનાવીને ષડયંત્ર કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં અંગ્રેજો કરતા બત્તર શાસન છે તો કોંગ્રેસ આવું ક્યા આધાર પર કહે છે તે પણ જણાવે. કારણ કે ગુજરાત સહિત દેશભરમાં પોલીસ આઝાદ છે. હાલ ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં પોલીસનું આંદોલન ચાલી રહ્યુ છે તેના કરતા તે અમુક લોકોના ઈશારે ચાલી રહ્યુ છે તેવુ વધારે લાગે છે. આવુ ગુજરાત DGP શિવાનંદ ઝાએ કહ્યુ છે.

સોશિયલ મીડિયા પર ગ્રેડ પે વધારવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે DGP શિવાનંદ ઝા ની પત્રકાર પરિષદને સંબોધતા એક મોટું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે ,”કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કેમ્પિયન ચલાવીને પોલીસને ઉશ્કેરે છે.ભૂતકાળમાં પણ પોલીસકર્મીઓને ઉશ્કેરણીના બનાવ બની ચુક્યા છે.

પોલીસ રાજકીય મુદ્દાઓના ભોગ ના બને અને કોઈ જ કારણસર પોલીસ વિભાગ પર ડાઘ ના લાગે તે માટે શિવાનંદ ઝાએ આ કદમ ઉઠાવ્યું છે. પણ કોંગ્રેસને ગુજરાત પોલીસ DGP પર પણ વિશ્વાસ નથી, આ જુઓ અમિત ચાવડાનું ટ્વિટ બધી પોલ ખોલે છે કે પોલીસને કોણ ઉશ્કેરે છે ?

હવે જો કોંગ્રેસ પુછે છે કે ગુજરાતમાં પોલીસને કેટલી આઝાદી છે તો એનો જવાબ હાલની ઘટના જ છે કે એક સુનિતા યાદવ જે LRD જવાન છે તે પણ એક મંત્રી પુત્રને રોકી શકે છે અને દંડ ભરાવી શકે છે, પોલીસની આ તાકાત છે. ગુજરાત પોલીસ પાસેથી કોઈ જ સ્વતંત્ર છીનવવામાં આવી નથી. કોંગ્રેસ માત્ર ખોટી ઉશ્કેરણી કરીને ગુજરાજની શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરે છે.

Leave a Response

error: Content is protected !!