રાજનીતિ

નાચ ન જાને આંગન ટેઢા..! કોંગ્રેસે અસફળ નેતૃત્વ છુપાવવા દોષનો ટોપલો ભાજપ પર નાખ્યો

847views

કોંગ્રેસે પોતાની અસફળ નેતૃત્વનો છુપાવવા દોષનો ટોપલો નાખતા ભાજપ પ્રદેશ અધ્યક્ષે આકરી પ્રતિક્રીયા આપી છે.

જીતુભાઈ વાઘાણીએ ક્હયુ કે… હાર ભાળી ચુકેલી કોંગ્રેસ ભાજપા પર જૂઠા આક્ષેપો કરતા પહેલા ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ લોકશાહી ઢબે ચૂંટાયેલી કેટલી કેટલી રાજ્ય સરકારોને બંધારણની કલમનો દુરુપયોગ કરીને બરખાસ્ત કરી તેનો જવાબ કોંગ્રેસના નેતાઓ આપે.કોંગ્રેસના આંતરિક વિગ્રહ, જૂથબંધી, હુંસાતુસી અને દિશાહીન નેતૃત્વને કારણે તેના ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે.આજે લોકશાહીની હત્યાની વાતો કરતી કોંગ્રેસ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીનું ખૂન કરવાનું પાપ કર્યું હતું તે અંગે જનતાને જવાબ આપે.જવાહરલાલ નહેરુથી રાહુલ ગાંધી સુધીના કોંગ્રેસના નેતાઓએ વિવિધ સમાજો, સમુદાયોને અંદર અંદર લડાવી, માત્ર તુષ્ટીકરણ અને વોટબેંકની રાજનીતિ કરી છે.પીઓકે, કાશ્મીરના પ્રશ્ન પણ કોંગ્રેસનું જ પાપ છે.

ગુજરાતમાં પણ કોંગ્રેસે અનેક વખત સિદ્ધાંતોને નેવે મૂકીને પોતાની સત્તાલક્ષી ગંદી રાજનીતિ રમવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતની જનતા સત્યને સુપેરે જાણે છે એટલે ૧૯૯૫થી સતત ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી સેવા કરવાની તક આપી રહી છે.કોંગ્રેસ જનતાને બહેકાવવાનું બંધ કરે.

Leave a Response

error: Content is protected !!