રાજનીતિ

કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર આઠ ધારાસભ્યો કાલે સવારે કેસરિયા કરશે… જાણો વિગત

1.33Kviews

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો અને તેમાં 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. હવે આવતીકાલે સવારે આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. સવારે 11 વાગ્યે કમલમમાં કેસરિયો ધારણ કરશે. મહત્વનું છે કે આગામી સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી યોજાવવાની છે.

  1. કરજણ અક્ષય પટેલ
  2. કપરાડા  જીતુ ચૌધરી,
  3. ગઢડાના પ્રવિણભાઈ મારૂ,
  4. અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજૉ
  5. ધારીના  જે.વી. કાકડીયા,
  6. લીંબડીના સોમાભાઈ પટેલ
  7. ડાંગના મંગળભાઈ ગાવિત
  8. મોરબી માળિયાના બ્રિજેશ મેરજા

કોંગ્રેસનાં જે 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા તે તમામ હવે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે. અને જીતુ વાઘાણી તમામને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કરશે.

માર્ચ મહિનામાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જ્યારે જૂન મહિનામાં વધુ 3 કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, , ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.

Leave a Response

error: Content is protected !!