Corona Updateરાજનીતિ

અમે કેરી ખાઈને મોજ કરવાવાળા, અમે કોંગ્રેસી લહેરીલાલા..! કોઈ ડિસ્ટર્બ ના કરતા નેતાજી મેંગો પાર્ટી કરી રહ્યા છે…

2.46Kviews

કોંગ્રેસ ધારાસભ્યોની પોલ ખુલી ગઈ છે. સેવાના નામે મેવા ખાતા કોંગી ધારાસભ્યો કોરોના કાળમાં જનતાને સેવા કરવાને બદલે આરામથી કેરીની પાર્ટી કરી રહ્યા છે. ફોટોમાં કોંગ્રેસના ધારાસભ્યોની સાથે હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ છે. ગુજરાતમાં એક તરફ કોરોના છે તો એક તરફ વધુ વરસાદ પડી રહ્યો છે પણ આ બધી મુશ્કેલીઓની વચ્ચે કોંગ્રેસના જનસેવક મેંગો પાર્ટી કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ સેવા કરવાને બદલે ફાર્મ હાઉસમાં મજા કરતા જોઈને આજે જે લોકોએ તેમને મત આપ્યો હશે તે લોકોને અફસોસ જરૂર થતો હશે

  • સોશિયલ ડિસ્ટન્ટસ પણ તેલ લેવા ગયુ
  • માસ્ક પહેરવો જરૂરી ના લાગ્યો
  • અમરેલીમાં ભારે વરસાદ છે અને ખેડુતો સહિતના લોકો પરેશાન છે પણ મેંગો પાર્ટી વધારે જરૂરી છે.
  • સૌરાષ્ટ્રમાં કોરોના જલ્દી પ્રસરી રહ્યો છે થોડીક પણ સેવા કરવાને બદલે ફાર્મ હાઉલમાં જલ્સા કરાય છે.

આજે ખાંભા 12 ધારાસભ્યો પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી હતી.બાદમાં તમામ ધારાસભ્યો ધારી જવા રવાના થયા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્યો ધારી પહોંચ્યા હતા. ધારીમાં દલખાણીયા રોડ પર જિલ્લા પંચાયતના સદસ્યના ફાર્મ હાઉસમાં કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. . ફાર્મ હાઉસમાં ધારાસભ્યોએ કેરીની લિજ્જત માણી હતી. આ બેઠકમાં અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આટલા ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં
1.પરેશ ધાનાણી (વિપક્ષ નેતા)
2. ભીખાભાઇ જોશી (ધારાસભ્ય-જૂનાગઢ)
3. મોહમદ જાવેદ પીરજાદા(ધારાસભ્ય-વાંકાનેર)
4. પ્રતાપ દુધાત (ધારાસભ્ય-સાવરકુંડલા)
5. લલિત કગથરા (ધારાસભ્ય- ટંકારા)  
6. લલિત વસોયા (ધારાસભ્ય- ધોરાજી)
7. ચિરાગ કાલરીયા(ધારાસભ્ય-જામજોધપુર)  
8. ભગવાનભાઈ બારડ (ધારાસભ્ય-તાલાળા)  
9.મોહનભાઈ વાળા (ધારાસભ્ય-કોડીનાર)  
10.વિમલભાઇ ચુડાસમાં
11.અમરીશભાઈ ડેર (ધારાસભ્ય રાજુલા)
12. કનુભાઈ બારૈયા – (તળાજા)
13. વિરજી ઠુંમર- (બાબરા)

Leave a Response

error: Content is protected !!