Corona Update

કોંગ્રસના ખોટા બફાટ પર પ્રદિપસિંહ જાડેજાએ એવો સણસણતો જવાબ આપ્યો કોંગ્રેસ ભોંઠી પડી ગઈ…!

1.13Kviews

ગૃહ રાજ્યમંત્રી એ વિપક્ષના પ્રદેશ પ્રમુખે જે બફાટ કર્યો છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ગુજરાત મૂલાકાતમાં તંત્ર વ્યસ્ત રહ્યું અને કોરોના ફેલાયો તેની સાફ શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું છે કે, એ દિવસોમાં કોરોના અંગે એક પણ નિવેદન કોંગ્રેસના કોઇ નેતાએ આપ્યું જ નથી. એટલું જ નહિ, એ દિવસોમાં કોરોનાની બિમારી ભારતમાં કે ગુજરાતમાં હતી જ નહિ એનું સામાન્ય જ્ઞાન પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને નથી તે જ કોંગ્રેસની અજ્ઞાનતા છતિ કરે છે. તેમણે કહ્યું કે, હકિકત તો એ છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ગુજરાત યાત્રાને જે જવલંત સફળતા મળી અને વિશ્વમાં ગુજરાતની જે આગવી છાપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વથી ઊભી થઇ તેનાથી ડઘાઇ ગયેલી કોંગ્રેસ હવે આવા નિવેદનોથી પોતાનો પાંગળો બચાવ કરે છે.

ગૃહ રાજ્યમંત્રી એ જણાવ્યું કે, અમે તો પૂર, વાવાઝોડુ, તીડના ટોળાનો હુમલો કે કોઇપણ સંકટ સમયે પ્રજાની સાથે, પ્રજાની પીડામાં ભાગીદાર અને તેના નિવારણમાં સતત કાર્યશીલ રહેનારી સંસ્કૃતિના લોકો છીએ. કોંગ્રેસની જેમ આફત આવે ત્યારે મોઢું સંતાડવાની ફિતરત અમારી નથી તેવો સ્પષ્ટ જવાબ આપતાં પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એવા દાવા કરે છે કે કોંગ્રેસનો કાર્યકર પ્રજાની વચ્ચે આવી મહામારીમાં ઊભો રહેલો છે.

ગૃહ રાજ્યમંત્રીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને જણાવ્યું કે પ્રજાએ આંખે પાટા બાંધેલા નથી, કોણ તેની સાથે છે, કોણ તેની વિપદામાં પડખે છે અને સહાય કરે છે એ બધું નરી આંખે જુવે છે. એટલે તમારા નિવેદનોથી ગુજરાતની પ્રજા ગુમરાહ થવાની નથી કે તમારી કોઇ કારી ફાવવાની નથી- તમે પ્રજાની આંખમાં ધૂળ નહિં નાંખી શકો. અત્યારનો આ સમય રાજનીતિ કરવાનો નહી, સાથે મળીને કોરોનાના સંકટમાંથી રાજ્યને રાષ્ટ્રને બેઠું કરવાનો છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હકિકત જોયા જાણ્યા વિના નિવેદનો કરવાના વાયરસનો ભોગ બન્યા હોય તેમ એમના આવા બેજવાબદાર વાણી વિલાસથી લાગે છે એમ પણ શ્રી જાડેજાએ ઉમેર્યુ છે.

Leave a Response

error: Content is protected !!