રાજનીતિ

જેના બળે જ રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર બનાવી આજે તેને હટાવી દિધા, કોંગ્રેસમાં યુવાનેતાઓ બસ સત્તા સુધી

495views

કોંગ્રેસમાં યુવાનેતાઓ સાથે કેવો વ્યવહાર થાય છે તેના માટે દુર જવાની જરૂર નથી પણ રાજસ્થાન જ જોઈ લો. સચિન પાયલન રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સચિન પાયલટની મહેનત અને ક્યાંકને ક્યાંક લોકો સાથે દિલથી જોડાઈ જવાની નીતિથી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બની હતી.

પણ પછી શું થયુ ? સચિન પાયલટને સાઈડ લાઈન કરવામાં આવ્યા, પહેલા તો મુખ્યમંત્રી પદ આપ્યુ નહિ. બીજુ તે સચિન પાયલટને જે ખાતાઓ આપવામાં આવ્યા હતા તે ખાતાઓ વિશે સકરકારી ખબરોમાં છપાતુ નહિ, સચિન પાયલના સમર્થક ધારાસભ્યોનો અવાજ પણ પાર્ટીમાં સાંભળવામાં આવતો નહિ. તો વધુમાં હાલ ગુજરાત કોંગ્રેસમાં પણ કઈક આવુ જ થઈ રહ્યુ છે યુવા નેતાઓનો ઉપયાગ માત્ર સત્તા માટે કરવામાં આવી રહ્યો છે. સમજદાર કો ઈશારા કાફી

ટુંકમાં અશોક ગહેલોતે સચિન પાયલટને સાઈડલાઈન કરીને પોતે માવા ખાવાની બધી તૈયારી કરી અને તેમાં સફળ થયા હતા. સચિન પાયલટે આખરે પાણી સર પરથી ઉપર જતા નારાજ થયા અને એક માંગ રાખી કે અશોક ગહેલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે. પણ કોંગ્રેસે સચિન પાયલટની વાતોને માન્યા વગર જ પાર્ટીમાંથી બહાર કરી દીધા જાણે કે તે કોઈ કામના જ ના હોય. નજીકના ભવિષ્યમાં કોંગ્રેસને આની મોટી કિમંત ચુકવવી પડે તો નવાઈ નહિ.

હાલ સચિનને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષપદેથી હટાવવામાં આવ્યા છે. આ સિવાય તેમના સમર્થક મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે. સચિનની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસરાને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  

Leave a Response

error: Content is protected !!