રાજનીતિ

કોંગ્રેસ બન્યું કંગાળ..! ખૂટી પડયું છે ફંડ ઉમેદવારો થયા પરેશાન

86views

ગુજરાતમાં છ બેઠકો ઉપર પેટાચૂંટણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસે ચુંટણી પ્રચાર માટે લીમીટ કરતા પણ ઓછું ફંડ આપવાથી ચારેતરફ ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભાની પેટાચુંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારોને ચુંટણી પ્રચાર માટે ખાલી 15-15 લાખનું જ ફંડ ફાળવવામાં આવ્યા છે. ઉમેદવારોને ઓછું ફંડ આપવામાં આવ્યું હોવાથી આક્રોશ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસે ઉમેદવારોના ખાતામાં પ્રચાર માટે 15-15 લાખ રૂપિયા જમા કરવ્યા છે. જે ફંડ પ્રચાર માટે ખૂબ ઓછું છે. જેને લઈને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, ગત વિધાનસભા ચૂંટણીમાં 25 લાખની આસપાસ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ફંડ ફાળવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે પણ 28 લાખની મર્યાદા નક્કી કરી છે. જેની તુલનામાં કોંગ્રેસે ફાળવેલું 50 ટકા જેટલું ઓછું છે.

કોંગ્રેસ પાર્ટીને શ્રીમંતની પાર્ટી ગણવામાં આવે છે ચુંટણી ફંડ વખતે એવુ કહેવાતુ કે ભાજપે પોતાના સાંસદો અને ધારસભ્યોને ટાર્ગેટ આપવા પડે છે પણ કોંગ્રેસ પાસે તો પૈસાની ખાણ છે.

Leave a Response

error: Content is protected !!