Corona Update

કોંગ્રેસે શ્રમિકોના નામે મદરેસાના છાત્રોનું ભાડું ચુકવ્યું: ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસને ખુલ્લી પાડી

5.28Kviews
  • ભરૂચથી 850 વિદ્યાર્થી માટે રૂ. 6.37 લાખ ચુકવાયા
  • કોંગ્રેસે શ્રમિકોનું ભાડું ચૂકવ્યું હોય તો રસીદ દેખાડે

લોકડાઉનમાં શ્રમિકોને લઇ જતી ટ્રેનનું ટીકીટ ભાડું સરકાર આપતી ન હોવાથી કોંગ્રેસ ચુકવશે તેવી જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કરી હતી. જેના પગલે ભરૂચથી જતા 850 વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ સોનિયા ગાંધી અને સાંસદ અહેમદ પટેલના ઇશારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રૂ. 6.37 લાખ ચુકવ્યા હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનિતી બંધ કરે. કોંગ્રેસ દ્વારા ભરૂચથી જતી ટ્રેનમાં કંથારીયા, ટંકારીયા, મનુબર અને વહાલુંના મરદેસાના 850 વિદ્યાર્થીઓને તેમના વતન ટ્રેન મારફત મોકલાયા હતા. તેમનું ભાડું કોંગ્રેસે સ્થાનિક મામલતદારને ચુકવતા વિવાદ થયો હતો. રાજયના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, કોંગ્રેસે જાહેરાત કરી હતી કે શ્રમિકોનું ભાડું ચુકવશે, પણ આ તો મદરેસાના વિદ્યાર્થી છે. જાડેજાએ કોંગ્રેસના નેતાઓને પડકાર ફેંકયો કે, રાજય સરકારે અત્યાર સુધીમાં 4 લાખ શ્રમિકોને વતન પહોંચાડયા છે, આ પૈકી કોંગ્રેસે 40 હજારનું ભાડું ચુકવ્યું હોય તો રસીદ દેખાડે.

 

કોંગ્રેસે મામલતદારને મદરેસના વિદ્યાર્થીઓ માટે પૈસા ચુકવ્યા તેનો ફોટો 

 

Leave a Response

error: Content is protected !!