રાજનીતિ

રાજભવનમાં ધરણાં કરવા પહોંચી કોંગ્રેસની એન્જીન વગરની ગાડી

532views

કોંગ્રેસે રાજસ્થાન મુદ્દે સમગ્ર રાષ્ટ્રમાં રાજભવન સામે ધરણાનો કાર્યક્રમ આપ્યો તેમાં ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય ધારાસભ્યો અને નેતાઓ જોવા મળ્યા, પણ નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અલગ ચોકો કરીને વ્યક્તિગત કાર્યક્રમમાં વ્યસ્ત હતો.

આ અંગે પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે હાર્દિક પટેલનો કાર્યક્રમ અગાઉથી નક્કી હતો તેથી તે ત્યાં હતા, કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે રાજસ્થાનમાં ગેહલોત સરકાર કોરોના જેવા વિષય પર ચર્ચા કરવા વિધાનસભા સત્ર બોલાવવા માંગતી હોવા છતાં લોકશાહીને અનુસરવાને બદલે રાજ્યપાલ કોના દબાણથી સત્ર બોલાવતા નથી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ પર વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે આ દેખાવો લોકશાહી બચાવો માટે નહીં પણ કોંગ્રેસ બચાવોના ઉદ્દેશ્યથી યોજાયા હતા.

Leave a Response

error: Content is protected !!