Corona Update

કોંગ્રેસે DOG સાથે દેશની જનતાની સરખાવી પોતાની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યુ : ભરત પંડ્યા

795views
  • કોંગ્રેસે ટવીટર પર મુકેલ વિડીયોમાં કોંગ્રેસે પોતાનાં વિચાર-આચાર, અને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. – ભરત પંડયા
  • કોંગ્રેસે પબ્લીકને DOG સાથે સરખાવીને પબ્લીકનું અપમાન કર્યું છે,

કોંગ્રેસ જનતાને DOG માને છે. જયારે, ભાજપ જનતાને GOD માને છે.– ભરત પંડયા

શ્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે ૧ રુા. મોકલું છું અને નીચે , જનતા સુધી માત્ર ૧૫ પૈસા પહોંચે છે. કોંગ્રેસશાસનમાં ૮૫ ટકા ભ્રષ્ટાચાર થતો હતો, જયારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનતાનાં પૈસા જનતા સુધી ૧૦૦% પહોંચે છે. DBT દ્વારા લાભાર્થીઓ માટે મોકલેલ પૈસા સીધા બેંક એકાઉન્ટમાં ૧૦૦% જમા થાય છે.- ભરત પંડયા
…………………

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્ર્સ પ્રમુખશ્રી અમિત ચાવડાએ પોતાનાં ટવીટર પર મુકેલ વિડીયોમાં કોંગ્રેસે પોતાનાં વિચાર, આચાર અને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે પોતાના ૫૫ વર્ષના કુશાસનમાં જે પણ કર્યું છે. તે પ્રદર્શિત કર્યું છે. કોંગ્રેસ પબ્લીકને શું માને છે ? કેવી રીતે જાણે છે અને તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. તેનું પ્રતિબિંબ આ વિડીયોમાં જોવા મળે છે. કોંગ્રેસે પબ્લીકને DOG સાથે સરખાવીને પબ્લીકનું અપમાન કર્યું છે, કોંગ્રેસ પબ્લીકને DOG તરીકે માને છે, જ્યારે ભાજપ પબ્લીકને GOD માને છે. કોંગ્રેસ-ભાજપમાં આટલો ફર્ક જોવા મળે છે.

શ્રી ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શ્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, ૧ રૂ. પબ્લીકને મોકલું છું અને નીચે, જનતાને માત્ર ૧૫ પૈસા પહોચે છે. એટલે કે, ૮૫ ટકાનો ભ્રષ્ટાચાર થતો હતો. આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દરેક લાભાર્થીના પૈસા સીધાં ખાતામાં જમા થાય છે. ગઈકાલે જ કોરોનાની મહામારીમાં પણ રૂ. ૫૨,૬૦૬ કરોડ રૂ. DBT દ્વારા કરોડો લાભાર્થીઓના ખાતામાં જમા થયાં છે. કોંગ્રેસે પોતાના શાસનમાં દેશને અને પબ્લીકને લૂંટ્યો છે, ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં જનતાનાં પૈસા જનતા સુધી પહોંચે છે. મોકલેલ પૈસા ૧૦૦% સીધા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. આ વાત જનતા સારી જાણે છે. તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

Leave a Response

error: Content is protected !!