રાજનીતિ

કોંગ્રેસની આ તે કેવી નફરત..! સુરતમાં અક્ષય કુમાર અને સ્વામી રામદેવને શ્રદ્ધાંજલી આપતો કાર્યક્રમ રાખ્યો

1.93Kviews

કોંગ્રેસ દ્વારા કોરોના સમયે રાજનીતિ થાય છે પણ સાથે જ નફરત ફેલાવાઈ રહી છે. અક્ષય કુમાર અને સ્વામી રામદેવનું કોંગ્રેસે હળાહળ અપમાન કર્યુ છે. પેટ્રોલ ડિઝલના ભાવ વધારામાં વિરોધ કરવામાં કોંગ્રેસના યુવા કાર્યકરો ભાન ભૂલ્યા હોય તે રીતે સિટી લાઈટમાં આવેલા સાયન્સ સેન્ટર સામેના પેટ્રોલ પંપ પર શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. ભાજપના કે કેન્દ્ર સરકારના વિરોધની જગ્યાએ અક્ષય, બાબા રામદેવ, બચ્ચન, ખેરને ફોટો મુકીને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જે અક્ષય કુમારને લોકો ભારત રત્ન આપવાની વાત કરે છે તેનો શ્રદ્ધાંજલી કાર્યક્રમ કોંગ્રેસ ગોઠવે છે. સાધુ સંત અને સ્વામીના સન્માનની મોટી વાત કરતી કોંગ્રેસ સ્વામી રામદેવનું અપમાન કરે છે.

આ અંગે કોંગ્રેસના નેતાઓને પુછતાં તેમણે કહ્યું કે, આ જૂથબંધીમાં યુવા કોંગ્રેસે કાર્યક્રમ યોજ્યો હોય શકે છે. જ્યારે યુથ કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે, મારી જાણમાં આવો કોઈ કાર્યક્રમ જ યોજવામાં આવ્યો નથી. કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે, જૂથવાદ ચાલે છે. જેના કારણે એકબીજાથી આગળ રહેવા ઉપર કોઈ નેતાને જાણ કર્યા વગર જ આ પ્રકારે પ્રસિધ્ધિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું ખુદ કોંગ્રેસના નેતાઓ સ્વિકારી રહ્યાં છે.

Leave a Response

error: Content is protected !!