રાજનીતિ

ગ્રાહકો સાથે છેતરપિંડી પડશે ભારે,મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો

492views

ગ્રાહકો સાથે અવારનવાર નાની-નાની બાબતોમાં છેતરપીંડીની ઘટના સાંભળવા મળે છે તેને ગંભીરતાથી લેતા ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે હવે મોદી સરકારએ પોતાની કમર કસી લીધી છે.ગ્રાહકો માટે હવે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગૂ કરવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નું નવું સ્વરૂપ હશે.20 જુલાઇના રોજ નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 ને લાગૂ કરવામાં આવશે.આ કાયદો અમલમાં આવ્યા બાદ ગ્રાહકોની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે અને ગ્રાહકોને છેતરપિંડી કરતી કંપનીઓની મુશ્કેલીઓમાં વધારો પણ થઈ જશે.

કન્ઝ્યુમર અફેર્સ મંત્રી રામવિલાસ પાસવાને થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે,”કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટનો નવો મુસદ્દો તૈયાર થઈ ચૂક્યો છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદીના દિશાનિર્દેશોમાં એક એવો કાયદો બન્યો છે જે લાગુ કાર્ય બાદ 50 વર્ષ સુધી કોઈ નવા કાયદાની જરૂર નહીં પડે.

ઉલ્લેખનીય છે કે આ કાયદો માર્ચ મહિનાથી જ લાગુ કરવાનો હતો જોકે માર્ચ માહિનામાં કોરોનાએ દેશમાં દસ્તક આપી અને દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું હોવાથી આ કાયદો અમલમાં મુકવામાં આવ્યો નહતો.

Leave a Response

error: Content is protected !!