Corona Update

દાદી તો દાદી છે હો…! 103 વર્ષના દાદીએ કોરોનાને હરાવી પહેલા માંગી બિઅર…

2.34Kviews

અમેરિકામાં ઇસ્ટન શહેરમાં 103 વર્ષનાં દાદીએ કોરોનાને હરાવ્યો અને તેની ખુશી ઠંડી બિઅર પીને મનાવી હતી. જેનીના પરિવારજનોએ તો તેમના સાજા થવાની આશા જ છોડી દીધી હતી પણ તેમણે તો બધાને સરપ્રાઈઝ આપી. 

જેનીની પૌત્રી શેલી ગને કહ્યું કે, દાદીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા અમે બધા ડરી ગયા હતા અમને લાગતું હતું કે તેઓ અમને છોડીને જતા રહેશે. મે મહિનામાં તેમને સામાન્ય તાવ આવ્યો હતો. જોવાની વાત તો એ છે કે, દાદીને ખબર નથી કે આ કોરોના કેટલો જોખમી છે ! તેઓ રોજ ખુશ રહેતા હતાં અને અમને ચિંતા ના કરવાનું કહે હતાં.

જેની મૂળ પોલેન્ડનાં છે અને નર્સિંગ હોમમાં કોરોનાને હરાવનારા 30માં દર્દી બની ગયાં છે. જેનીને બિઅર બહુ ગમે છે. કોરોનાને લીધે તેમણે ઘણા સમયથી પીધી નહોતી, તેમની પૌત્રીએ ઠંડી બિઅર લઇ આવી અને જેનીએ તે પીને ખુશી મનાવી. 

Leave a Response

error: Content is protected !!