Corona Update

અમદાવાદમાં જો લોકોનો સાથ નહિ મળે તો મે મહિનાના અંત સુધી 8 લાખ કેસ થશે- વિજય નેહરા

2.55Kviews
  • જો 4 દિવસમાં કેસ ડબલ થતા રહેશે તો 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકેઃ મ્યુ.કમિ નેહરા
  • લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે
  • જો અઠવાડીયમાં કેસ ડબલ કરવાનો લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે
  • 24 કલાકમાં 151 કેસ નોંધાયા અને 7 દર્દીના મોત થયા

 

કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં 1652 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે.

17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર થાય અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે.

આ પહેલા કોટ વિસ્તારમાં કેસો વધતા કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. કોટ વિસ્તારમાંથી આજે કરફ્યુ ઉઠાવી લેવાયો છે, પરંતુ લોકડાઉન છે છતાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજ સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા.

માત્ર દિલ્હી દરવાજા જ નહીં કોટ અન્ય વિસ્તારોમાં પણ લોકો સવારથી જ બહાર નીકળી પડ્યા હતા. દૂધ, કરીયાણું લેવા માટે નીકળ્યા હોવાના બહાના કર્યા હતા. મોટાભાગના લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હતા.

Leave a Response

error: Content is protected !!