Corona Update

રાષ્ટ્ર રક્ષકોને સલામ : કોરોના વોરિયર્સના સન્માનમાં અમદાવાદમાં હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા અને પરેડ

329views

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પિટલ ઉપર પણ આજે સવારે  ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી હતી. ઉપરથી પુષ્પવર્ષા અને નીચે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…ની ધૂન વાગતી હતી. જ્યારે 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કર્યું હતું

કોરોના વોરિયર્સના જુસ્સા બુલંદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસના અનેક દર્દીઓનો ઈલાજ કરાઈ રહ્યો છે. આ દર્દીઓની સેવા સુશ્રુષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. ત્યારે તેમની આ સેવાના સન્માન રૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને  બુલંદ બનાવ્યો હતો. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે

 

Leave a Response

error: Content is protected !!