Corona Update

અમદાવાદમાં 3 મે સુધીમાં આવશે સારા સમાચાર, મોં અને નાક બંધ રાખવાની આદત કેળવવી પડશેઃ AMC કમિશનર

527views
  • દિલ્હી કરતા ત્રણ ગણા ટેસ્ટ થાય છે. 
  • AMC કમિશનરે બદરૂદ્દીન શેખના નિધન પર શોક વ્યક્ત કર્યો, MLA ખેડાવાલાના પ્લાઝમા ડોનેશના નિર્ણયને આવકાર્યો
  • શહેરમાં 1854 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 વેન્ટીલેટર પર અને 1811 સ્ટેબલ છે
  • શહેરમાં 26 એપ્રિલની સાંજ સુધીમાં 178 નવા કેસ સામે આવ્યા અને 19ના મોત
  • કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 105 થયો 

 શહેરમાં રવિવારે નવા 178 કેસ નોંધાયા હતા અને 19ના મોત થયા હતા. એક જ દિવસમાં આટલા મોતની આ પહેલી ઘટના છે. કુલ મૃત્યુઆંક 105એ પહોંચી ગયો છે. જ્યારે 25 દર્દી સાજા થયા છે. આમ કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 105 થયો છે. કોરોના અંગે શહેરની સ્થિતિ અંગે અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, એસવીપીમાં 642 એક્ટિવ કેસ અને 150 શંકાસ્પદ છે. આમ SVPની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ થયા છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિમાં છીએ અને દિલ્હી કરતા ત્રણ ગણા ટેસ્ટ કરીએ છીએ.

તેમજ વધુ 18 દર્દીને રજા આપવામાં આવતા કુલ 211 દર્દી સાજા થઈ ગયા છે.

જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ, સેનેટાઈઝર અને માસ્ક જીવનો હિસ્સો

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, ત્રણ મે સુધીમાં સારુ પરિણામ આવશે. મોં અને નાક બંધ રાખવાની આદત કેળવવી પડશે. હાલ ઈન્ફેક્શન દરમાં ઘટાડો થયો છે અને હેન્ડ વોશ, સેનેટાઈઝર તથા માસ્ક જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ.

સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટૂ વ્હીલર પર 1, ફોર વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે

લોકડાઉન બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટુ વ્હીલર પર એક વ્યક્તિ અને 4 વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે. દુકાનદારોએ પણ સેનેટાઈઝરનો ઉપયોગ આગળ પણ ચાલુ રાખવો પડશે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં 1854 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 વેન્ટીલેટર પર અને 1811 સ્ટેબલ છે. એસવીપીમાં 642 એક્ટિવ કેસ, 150 શંકાસ્પદ, કેપિસીટી પૂર્ણ થવા આવી છે જ્યારે સિવિલમાં 547, સમરસમાં 591 એચસીજીમાં 14, સ્ટર્લિંગમાં 16 તેમજ હજ હાઉસ અને અન્ય કોવિડ સેન્ટરમાં કુલ 1854 દર્દીઓ દાખલ છે. હું બદરુદ્દીન શેખના નિધન પર શોક વ્યક્ત કરું છું. તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ડિસ્ચાર્જ થયા છે. તેઓ પ્લાઝમા ડોનેટ કરવાના છે અને હું તેમના આ નિર્ણયને આવકારું છું.

MLA ઈમરાન ખેડાવાલા કોરોનામુક્ત થતા રજા આપી, પ્લાઝમા પણ ડોનેટ કરશે

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા છે. આજે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ ખેડાવાલાએ પ્લાઝમા ડોનેટ કરવાનો પણ નિર્ણ કર્યો છે. મહત્વનું છે કે, 14 એપ્રિલે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કેન્દ્રીય ટીમના શહેરમાં ધામા, શેલ્ટર હોમની મુલાકાત લીધી

હાલ શહેરની સ્થિતિ ગંભીર બની ગઈ હોવાથી દિલ્હી આવેલી કેન્દ્ર સરકારની ટીમે બે દિવસથી શહેરમાં ધામા નાંખ્યા છે. કેન્દ્રીય ટીમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સમીક્ષા કરશે. હાલ કેન્દ્રીય ગૃહ ટીમ કઠવાડા ગામના શેલ્ટર હોમમાં પહોંચી છે. શેલ્ટર હોમમાં 100 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને રાખવામાં આવ્યા છે. તેઓને કેવી સુવિધાઓ આપવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી. કઠવાડા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શેલ્ટર હોમની મુલાકાત લેશે. અમદાવાદ જિલ્લામાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની ટીમ સમીક્ષા કરશે. જિલ્લાઓમાં આવતા વિસ્તારમાં COVID-19 માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને પોઝિટિવ દર્દીઓના વિસ્તારની મુલાકાત લઈ શકે છે.

Leave a Response

error: Content is protected !!